અમદાવાદની ટ્રાફીકની માથાકુટ ઘટાડવા 7 નવા ફ્લાયઓવર બનાવવામાં આવશે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદમાં 7 નવા ઓવરબ્રીજ – રિલ્વેબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી દરખાસ્તને અનુમોદન આપી કુલ ૩૩પ કરોડ પૈકી આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયા મહાનગરપાલિકાને આપવામાં આવશે.
Trending Photos
અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં સાત નવા ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે કુલ ૩૩૫ કરોડના કામો પૈકી આ વર્ષ માટે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયાની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદમાં 7 નવા ઓવરબ્રીજ – રિલ્વેબ્રીજ બનાવવાના કામોની મંજૂરી માટે મહાપાલિકાએ મોકલેલી દરખાસ્તને અનુમોદન આપી કુલ ૩૩પ કરોડ પૈકી આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે ૩૩.પ કરોડ રૂપિયા મહાનગરપાલિકાને આપવામાં આવશે.
અમદાવાદ મહાનગરમાં જે 7 ફલાય ઓવર માટે સરકાર દ્વારા નાણાં ફાળવ્યા છે તેમાં વિવેકાનંદનગર રીવરબ્રીજ (4 લેન), વાડજ જંકશન ફલાય ઓવરબ્રીજ – (4 લેન), પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રીજ (2x2 લેન), પ્રગતિનગર જંકશન ફલાય ઓવરબ્રીજ (2x2 લેન), સતાધાર જંકશન ફલાય ઓવરબ્રીજ (4 લેન), ઘોડાસર ફલાય ઓવરબ્રીજ (2x2 લેન) તેમજ નરોડા પાટિયા જંકશન ફલાય ઓવરબ્રીજ (3x2 લેન)નો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જરૂરી છે કે અમદાવાદ મહાનગરમાં માર્ગો પરના વાહન અવરજવર ટ્રાફિકને હળવો કરવામાં આ ઓવરબ્રીજનું નિર્માણ મહત્વપૂર્ણ બની રહેશે. રાજ્યના ૨૦૧૯-૨૦ના અંદાજપત્રમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ૨૦ ફલાય ઓવર બનાવવાની જાહેરાત કરવામાં આવેલી હતી.આ ર૦ ફલાય ઓવરબ્રીજ પૈકીના 7 બ્રીજ બનાવવાના કામો માટે કુલ રૂ. ૩૩૫ કરોડ પૈકી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ૧૦ ટકા પ્રમાણે રૂ. ૩૩.પ કરોડ ફાળવવામાં આવ્યા છે.
અમદાવાદમાં બનશે 7 નવા ફ્લાઇ ઓવરબ્રીજ
* વિવેકાનંદનગર રીવરબ્રીજ (4 લેન)
* વાડજ જંકશન ફલાય ઓવરબ્રીજ – (4 લેન)
* પલ્લવ જંકશન ફલાય ઓવરબ્રીજ (2x2 લેન)
* પ્રગતિનગર જંકશન ફલાય ઓવરબ્રીજ (2x2 લેન)
* સતાધાર જંકશન ફલાય ઓવરબ્રીજ (4 લેન)
* ઘોડાસર ફલાય ઓવરબ્રીજ (2x2 લેન)
* નરોડા પાટિયા જંકશન ફલાય ઓવરબ્રીજ (3x2 લેન)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે