કેદીને ફાંસી આપતા પહેલા જેલર દોડીને અવશ્ય કરે છે આ એક કામ, જાણીને ચોંકશો
ફાંસી આપતા પહેલા કેદીઓને નવડાવવામાં આવે છે. નાશ્તો કરાવાય છે. ત્યારબાદ કાળા કપડાં પહેરાવીને ફાંસીના ફંદે લઈ જવાય છે. તે સમયે કેદી સાથે 12 સુરક્ષાકર્મીઓ હોય છે. ફાંસી આપતી વખતે ફક્ત ચાર લોકો હાજર રહે છે. ફાંસી આપ્યા બાદ અડધો કલાક સુધી શરીરને ફાંસીના માચડે લટકતો રહેવા દેવાય છે.
Trending Photos
નવી દિલ્હી: શું તમને ખબર છે કે કોઈ પણ દોષિતને ફાંસી આપતા પહેલા જેલર એક દોડ લગાવે છે. ફાંસી આપતા પહેલા જેલર દોડીને પોતાની ઓફિસ સુધી જાય છે. નિર્ભયા રેપ કેસ (Nirbhaya Rape Case) ના દોષિતોને જ્યારે ફાંસી પર લટકાવવામાં આવશે ત્યારે પણ કઈંક આવું જ થતું જોવા મળશે. પરંતુ આ ફાંસી ક્યારે અપાશે? કોઈને ખબર નથી. જો કે જાણકારો માને છે કે ચારેય દોષિતોને 2020ની શરૂઆતમાં જ ફાંસી પર લટકાવવામાં આવી શકે છે.
હકીકતમાં એક દોષિત અક્ષય ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પીટિશન આપી છે જેના પર 17 ડિસેમ્બરના રોજ સુનાવણી થવાની છે. તેના અગાઉના દિવસે પટિયાલા હાઉસ કોર્ટ ચારેય દોષિતોને ફાંસી આપવાની પ્રક્રિયા જાણશે. જો ચારેય દોષિતો મર્સી પીટિશન ન આપવાનો દાવો કરે તો પટિયાલા હાઉસ કોર્ટ તેમને નોટિસ આપીને 7 દિવસનો સમય આપી શકે છે કે જો તેઓ સાત દિવસમાં પોતાના કાનૂની વિકલ્પનો ઉપયોગ ન કરે તો કોર્ટ ચારેયને ફાંસી આપવા માટે બ્લેક વોરન્ટ બહાર પાડી શકે છે. ત્યારબાદ 14 દિવસની અંદર ચારેયને ફાંસી આપવામાં આવશે. ફાંસી ચારેયને એક સાથે આપવામાં આવશે જેના માટે તિહાડ પ્રશાસને તૈયારીઓ પણ શરૂ કરી દીધું છે.
જેલ સુપ્રીટેન્ડેન્ટ ફાંસી પહેલા દોડીને કેમ જાય છે ઓફિસ?
બ્લેક વોરન્ટ બહાર પડ્યા બાદ કોર્ટ દ્વારા નિર્ધારીત તારીખ અને સમય પર ચારેયને ફાંસી આપવામાં આવશે. પરંતુ ફાંસી આપતા પહેલા જેલ સુપ્રીટેન્ડેન્ટ એકવાર દોડીને એ જોવા માટે પોતાની ઓફિસ જાય છે કે ક્યાંક ફાંસી રોકવા માટે કોઈ ઓર્ડર તો આવ્યો નથી. જો કોઈ ઓર્ડર ન આવ્યો હોય તો નિર્ધારીત સમય પર ફાંસી આપી દેવાય છે.
જુઓ LIVE TV
ફાંસી આપતા પહેલા કેદીઓને નવડાવવામાં આવે છે. નાશ્તો કરાવાય છે. ત્યારબાદ કાળા કપડાં પહેરાવીને ફાંસીના ફંદે લઈ જવાય છે. તે સમયે કેદી સાથે 12 સુરક્ષાકર્મીઓ હોય છે. ફાંસી આપતી વખતે ફક્ત ચાર લોકો હાજર રહે છે. ફાંસી આપ્યા બાદ અડધો કલાક સુધી શરીરને ફાંસીના માચડે લટકતો રહેવા દેવાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે