દૂધ આંદોલન: મુંબઇવાસીઓને 44 હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત

રેલવે મંત્રી પીયૂષ ગોયલના નિર્દેશ પર પશ્વિમ રેલવેએ આણંદથી મુંબઇ સુધી દૂધ મોકલવાની વિશેષ વ્યવસ્થા કરી છે.

દૂધ આંદોલન: મુંબઇવાસીઓને 44 હજાર લીટર દૂધ પીવડાવશે ગુજરાત

સુરત: ખેડૂતોના મોટા આંદોલનથી મહારાષ્ટ્રમાં સર્જાયેલી દૂધની તંગીને પુરી કરવા માટે ગુજરાતમાંથી દૂધ સપ્લાઇ કરવામાં આવી રહ્યું છે. તેના માટે રેલવે મંત્રી પીયૂષ ગોયલના નિર્દેશ પર પશ્વિમ રેલવેએ આણંદથી મુંબઇ સુધી દૂધ મોકલવાની વિશેષ વ્યવસ્થા કરી છે. આણંદથી મુંબઇ સુધી દૂધ પરિવહન માટે અમદાવાદ-મુંબઇ પેસેંજરમાં બે કંટેનર લગાવીને દૂધ મોકલવામાં આવી રહ્યું છે. હાલમાં મહારાષ્ટ્રમાં ખેડૂત સંગઠનોના આંદોલનના લીધે દૂધનો પુરવઠો ઠપ્પ થઇ ગયો છે. સૌથી વધુ અસર મુંબઇ પર વર્તાઇ રહી છે.

પશ્વિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિંદ્વ ભાકરે જણાવ્યું કે મુંબઇગરાઓની મુશ્કેલી ઓછી કરવા માટે ટ્રેનનં 59440 અમદાવાદ-મુંબઇ સેંટ્રલ પેસેંજર ટ્રેનમાં બે દૂધના ટેંકરો લગાવવામાં આવ્યા છે. ટ્રેનને પાંચ મિનિટથી વધુનો રોકાણ સમય આપવામાં આવ્યો છે.

ગુજરાત ડેરી ડેવલોપમેંટ કોર્પોરેશન લિમિટેડે ટ્રેન દ્વારા વધારાના દૂધના પરિવહન માટે યોગ્ય પગલું ભરવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારબાદ પશ્વિમ રેલેવે એ તાત્કાલિક વ્યવસ્થા કરી. દૂધના પુરવઠામાં ઘટાડો અને મહારાષ્ટ્રમાં જનતા જનતાની જરૂરિયાતોને જોતાં ટ્રેનના દરેક ફેરામાં બે કંટેનર લગાવવામાં આવ્યા છે. ટ્રેન દ્વારા ગુજરાતથી મુંબઇ કુલ 12 ટેંકર મોકલવામાં આવશે. દરેક ટેંકરની ક્ષમતા 44 હજાર લીટર છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news