રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બની, પેસેન્જર એરિયામાં વિશાળ કેનોપી તૂટી

Rajkot Hirasar Airport : દિલ્હી બાદ રાજકોટ એરપોર્ટ પર ભારે પવન અને વરસાદથી પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી, મોટી ઘાત ટળી

રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બની, પેસેન્જર એરિયામાં વિશાળ કેનોપી તૂટી

Rajkot News : રાજકોટમાં દિલ્હી જેવી દુર્ઘટના બનતા અટકી હતી. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના ટળી છે. ટર્મિનલની બહારની સાઈડમાં પેસેન્જર પીકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી હતી. ભારે વરસાદને કારણે કેનોપી તૂટી પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 

વરસાદને કારણે તૂટી કેનોપી
રાજકોટ હીરાસર એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માત મામલે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બહોરાને ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું કે, વરસાદના કારણે પાણી ભરાવાથી કેનોપી તૂટી પડી હતી. દુર્ઘટના ટેમ્પરરી ટર્મિનલની બહાર બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં એક પણ  વ્યક્તિને જાનહાની નથી થઈ.

rajkot_airport_zee2.jpg

દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના
શુક્રવારે વહેલી સવારે ત્રણથી ચાર કલાકમાં અંદાજે ૯ ઈંચ વરસાદમાં સમગ્ર દિલ્હી જળબંબાકાર થઈ ગયું હતું. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-૧ની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે કેટલીક ફ્લાઈટ્સ રદ કરી દેવી પડી હતી તેમજ અનેક કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news