ફાની વાવાઝોડાના કારણે જામનગરના 400 પ્રવાસીઓ પુરી નજીક અટવાયા

ભીષણ 'ફાની' વાવાઝોડાએ ઓડિશામાં ઉત્પાત મચાવ્યો છે. જેને કારણે હજારો મુસાફરો પુરીમાં અટવાયા છે. ત્યારે ગુજરાતના 400 પ્રવાસીઓ 'ફાની'ને કારણે પુરી નજીક અટવાયા છે. તો આ ટુરમાં ગયેલી 7 બસમાં લગભગ 700 જેટલા મુસાફરો છે.

ફાની વાવાઝોડાના કારણે જામનગરના 400 પ્રવાસીઓ પુરી નજીક અટવાયા

મુસ્તાક દલ, જામનગર: ભીષણ 'ફાની' વાવાઝોડાએ ઓડિશામાં ઉત્પાત મચાવ્યો છે. જેને કારણે હજારો મુસાફરો પુરીમાં અટવાયા છે. ત્યારે ગુજરાતના 400 પ્રવાસીઓ 'ફાની'ને કારણે પુરી નજીક અટવાયા છે. તો આ ટુરમાં ગયેલી 7 બસમાં લગભગ 700 જેટલા મુસાફરો છે. જેને લઇ પરિવાર જનો ચિંતામાં મુકાયા છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા ભીષણ 'ફાની' વાવાઝોડાની અસરથી ગુજરાતમાં અચનાક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. તો બીજી બાજુ ગુજરાતમાંથી ટૂરમાં ગયેલા જામનગરના 400 પ્રવાસીઓ 'ફાની' વાવાઝોડાને કારણે પુરી નજીક અટવાયા છે. આ ટૂરમાં ગયેલી 7 બસમાં લગભગ 700 જેટલા મુસાફરો છે. ત્યારે સ્થિતિને કારણે તમામ ટ્રેનો રદ કરવાનો નિર્ણય લેવામાં આવતા મુસાફરોની ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી. તો બીજી બાજુ ટુર ઓપરેટરે પણ સ્થિતિને જોતા હાથ ઉંચા કર્યા હતા. જેને કારણે 700 પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મુસાફરો પુરીમાં ફસાયા હોવાને લઈ જામનગરમાં પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફાની ચક્રવાતની અસરથી પવનની દિશા દક્ષિણ-પશ્ચિમી થતાં વાતાવરણમાં ભેજ ખેંચાવાની સાથે ગરમીને કારણે રાજ્યનાં અમરેલી, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું થયું હતું. રાજ્યમાં 42.6 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી ગરમીથી રાહત મળે તેવા સંકેત હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news