આંબરડી ગામમાં કરા સાથે 4 ઈંચ વરસાદ પડ્યો, લોકોએ કરાની થાળીઓ ભરીને ફોટા વાયરલ કર્યા

આંબરડી ગામમાં કરા સાથે 4 ઈંચ વરસાદ પડ્યો, લોકોએ કરાની થાળીઓ ભરીને ફોટા વાયરલ કર્યા
  • જસદણ તાલુકાના આંબરડી સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્ય હતો
  • ગામના લોકોએ વરસાદ સાથે પડેલા કરાની થાળીઓ ભરીને ફોટા સોશિયલ મીડિયામા વાયરલ કર્યા

નરેશ ભાલિયા/રાજકોટ :ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી મુજબ 3 જૂને વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. 3 જૂને ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના જસદણમાં 4 ઈંચ વરસાદ ખાબકતા લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. ગઈકાલે સાંજે જસદણ પંથકના વાતાવરણમાં પલટો આવ્યા બાદ તાલુકાના આંબરડી ગામમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જેથી ગામના પાદરમાં નદીઓ વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જોરદાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો 
રાજકોટના જસદણ તાલુકાના આંબરડી સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્ય હતો. જસદણના આંબરડીમા સાંજના સમયે કરા સાથે વરસાદ પડ્યો હતો. દોઢ કલાકમા 4 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેથી આંબરડી ગામના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીનુ પૂર નીકળ્યુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 

વાવણી પહેલા સારા વરસાદથી ખેડૂતો ખુશ
બીજી તરફ, વાવણી પહેલા સારો વરસાદ પડતા આંબરડી ગામના ખેડૂતોમાં આનંદ છવાયો હતો. આંબરડી ગામમાંથી પસાર થતી માલગઢ સેલો નદીમાં વરસાદથી નવા નીરની આવક નોંધાઈ હતી. ગામના લોકોએ વરસાદ સાથે પડેલા કરાની થાળીઓ ભરીને ફોટા સોશિયલ મીડિયામા વાયરલ કર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, ગુરુવારની સાંજે 6 થી 8 કલાક દરમિયા તાપીના સોનગઢમા સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. તો બોટાદ તાલુકામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. તાપી, બોટાદ અને સુરેન્દ્રનગરના કુલ 6 તાલુકામાં સાંજે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી વરસાદી માહોલ રહ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news