નડિયાદ: ચાલકે કાબુ ગુમાવતા કાર 25 ફુટ ખાડામાં ખબાકી, ચારના મોત

નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ બરોડા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

નડિયાદ: ચાલકે કાબુ ગુમાવતા કાર 25 ફુટ ખાડામાં ખબાકી, ચારના મોત

યોગીન દરજી, ખેડા: નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ બરોડા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

રાજસ્થાનના સિરોહી ખાતે રહેતો પરિવાર મુંબઇથી પરત આવી રહ્યો ઙતો. તે સમયે નડિયાદ પાસે ડ્રાઇવરે અચાનક કાર પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઇડમાં 25 ફુટ ઊંડા ખાડામાં ખાબકી હતી. ખાડામાં ખાબકેલી કાર સીધી પથ્થરોના રબ્બલ પર પડતા કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. જેના કારણે કારમાં બેઠેલા ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભરી રીતે ઘાયલ થયો છે. અને તેને સારવાર અર્થે તાત્કાલીક નડિયાદની સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.

ઘટનાને પગલે નડિયા શહેર પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક્સપ્રેસ-વે પર બરોડા સાઇડથી નડિયાદ તરફ કાર આવી રહી હતી. તે દરમિયાન કાર ચાલકે કાબુ ગુમાવતા કાર સીધી ઉપરથી નીચે ખાડામાં ખાબકી હતી. ઘટનામાં ચાર લોકોના સ્થળ પર જ મોત થઇ ગયા જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હતી. હાલ નડિયાદ પોલીસે ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news