સુરત : પોલીસે કન્ટેન્ટર ખોલીનું જોયું તો દારૂનો જથ્થો જોઈને ચોંકી જ ગઈ

સુરતના પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, પર્વતપાટિયા પાસેથી પસાર થનાર કન્ટેનરમાં લાખ્ખો રૂપિયાનો દારુ લઇ જવાઇ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કન્ટેનરને ઝડપી પાડયું હતું. પોલીસે કન્ટેનરમાંથી 35 લાખનો દારૂ પકડી પાડ્યો હતો.
સુરત : પોલીસે કન્ટેન્ટર ખોલીનું જોયું તો દારૂનો જથ્થો જોઈને ચોંકી જ ગઈ

ચેતન પટેલ/સુરત :સુરતના પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, પર્વતપાટિયા પાસેથી પસાર થનાર કન્ટેનરમાં લાખ્ખો રૂપિયાનો દારુ લઇ જવાઇ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કન્ટેનરને ઝડપી પાડયું હતું. પોલીસે કન્ટેનરમાંથી 35 લાખનો દારૂ પકડી પાડ્યો હતો.

પોલીસે જ્યારે કન્ટેનર ખોલ્યુ ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, કન્ટેનરમા રૂપિયા 35 લાખની કિંમતની 400 નંગ દારૂની પેટીઓ મળી આવી હતી. હાલ પોલીસે આ બનાવમાં ડ્રાઇવર સહિત બેની ધરપકડ કરીને તેઓની પૂછપરછ શરૂ કરી છે કે આટલી મોટી માત્રામા દારુનો જથ્થો ક્યાંથી ક્યાં લઇ જવાઇ રહ્યો હતો અને કોણે મંગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા દારૂબંધી હોવા છતાં રોજેરોજ કોઈને કોઈ રીતે, કોઈને કોઈ રસ્તેથી દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે, કેવી રીતે આ દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાય છે અને કોની રહેમ નજરથી દારૂ વેચાય છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news