દેશમાં પહેલીવાર 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો સળગાવાશે, મુન્દ્રા પોર્ટ પર પકડાયુ હતું
દેશભરમાં ચકચાર જગાવનાર મુંદ્રા પોર્ટમાં થયેલા દેશના સૌથી મોટા હેરોઈન ડ્રગ્સ સીઝર બાદ હવે તેનો નાશ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ અપાઈ રહ્યો છે
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :મુન્દ્રાથી જપ્ત કરાયેલો 3 ટન હેરોઈનનો જથ્થો સળગાવીને નાશ કરાશે. દેશમાં પ્રથમ વાર 21 હજાર કરોડનો ડ્રગ્સ સળગાવાશે. કોર્ટના આદેશ બાદ પરીક્ષણ, સેમ્પલીંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ટૂંક સમયમાં ગાંધીધામ નજીક હેઝાર્ડસ વેસ્ટ ડિસ્ટ્રોય યુનિટમાં ડ્રગ્સનો નિકાલ કરાશે. દેશભરમાં ચકચાર જગાવનાર મુંદ્રા પોર્ટમાં થયેલા દેશના સૌથી મોટા હેરોઈન ડ્રગ્સ સીઝર બાદ હવે તેનો નાશ કરવાની પ્રક્રિયાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
મુન્દ્રા પોર્ટ પર મળ્યુ હતુ 21 હજાર કરોડનું ડ્રગ્સ
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મુન્દ્રા પોર્ટ પર 21 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. ટેલકમ પાવડરના આડમાં મુન્દ્રા પોર્ટ પર કન્ટેઈનર લાવવામા આવ્યા હતા. જેની તપાસ કરતા 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયુ હતુ. આ કન્ટેઈનર અફઘાનિસ્તાનથી દરિયાઈ માર્ગે મુન્દ્રા પોર્ટ પહોંચ્યા હતા. જેમાં દેશના ઈતિહાસમાં પહેલીવાર 3 ટન હેરોઈન હોવાનુ ખૂલ્યુ હતું. ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ (ED) પણ આ તપાસમાં જોડાઈ હતી. મુન્દ્રાથી જે હેરોઈનનો જથ્થો (drugs case) જપ્ત કરાયો હતો, તેના માટે કંડલા પોર્ટનું સ્ટોરેજ પણ ટૂંકું પડ્યું હતું. આ કેસમાં કુલ 12 લોકોની ધરપકડ કરાઈ હતી. તપાસ બાદ ડ્રગ્સનો જથ્થો સ્ટ્રોંગ રુમમાં રખાયો હતો,પરંતુ તેની જગ્યા પણ ખુટી પડતા બીએસએફના સુરક્ષા કવચ હેઠળ બાકીનો જથ્થો રખાયો હતો.
આ પણ વાંચો : ‘હું અંદરથી સ્ત્રી છું, મારે બોયઝ નહિ, પણ ગર્લ્સ હોસ્ટેલમાં રહેવુ છે...’ મેડિકલના સ્ટુડન્ટના પત્રથી ખળભળાટ
નાશ કરવા માટે ખાસ પ્રોસેસ
ડ્રગ્સના આટલા મોટા જથ્થાને નાશ કરવા માટે લીલીઝંડી મળી ચૂકી છે. કોર્ટેના આદેશ બાદ ડ્રગ્સના પરીક્ષણની તમામ પ્રોસેસ પૂરી કરી દેવાઈ છે. જેથી આ મહિનાના અંત સુધી તેનો નાશ કરી દેવાશે. સમગ્ર જથ્થાને આગના હવાલે કરાશે. ભારતના ઈતિહાસમાં પહેલીવાર આટલા ડ્રગ્સના આટલા મોટા જથ્થાને નાશ કરવામા આવશે. ડ્રગ્સના સેમ્પલીંગ, વજન, ચકાસણી સહિતની પ્રોસેસ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં પૂરી કરાઈ હતી. હવે ગાંધીધામ પાસે સરકાર માન્ય હેઝાર્ડસ વેસ્ટ ડિસ્ટ્રોય યુનિટમાં તેનો નાશ કરાશે. 21 હજાર કરોડના ડ્રગ્સને આગને હવાલે કરાશે.
ખાસ વાત તો એ છે કે, ડ્રગ્સના આટલા મોટા જથ્થાને નાશ કરવાની પ્રોસેસનો ઉપયોગ જનજાગૃતિ માટે કરાશે. એન્ટી ડ્રગ્સ કેમ્પેઈનમાં તેને હાઈલાઈટ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે