રાજપૂત સમાજની 2 હજાર મહિલાઓ તલવાર રાસ રમીને રચશે વર્લ્ડ રેકોર્ડ

આજના યુગમાં હવે દિવસેને દિવસે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની રહી છે અને ખાસ કરીને રાજપૂત મહિલાઓ પણ પુરૂષો સાથે શુરવીરતામાં કંઈ ઓછી ઉતરતી નથી. ત્યારે સુરવિરતાનું પ્રતીક એવી તલવારબાજી કે તે યુદ્ધમાં ખૂબ જ મહત્વની ગણાય છે અને આવી જ તલવારબાજી અને રાસ જામનગરની રાજપૂત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. 
 

રાજપૂત સમાજની 2 હજાર મહિલાઓ તલવાર રાસ રમીને રચશે વર્લ્ડ રેકોર્ડ

મુસ્તાક દલ/જામનગર: આજના યુગમાં હવે દિવસેને દિવસે મહિલાઓ પણ પુરુષ સમોવડી બની રહી છે અને ખાસ કરીને રાજપૂત મહિલાઓ પણ પુરૂષો સાથે શુરવીરતામાં કંઈ ઓછી ઉતરતી નથી. ત્યારે સુરવિરતાનું પ્રતીક એવી તલવારબાજી કે તે યુદ્ધમાં ખૂબ જ મહત્વની ગણાય છે અને આવી જ તલવારબાજી અને રાસ જામનગરની રાજપૂત મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. 

ખાસ કરીને આગામી સાતમ-આઠમના સમયમાં ભૂચરમોરીના ઐતિહાસિક લડાઈના દિવસે કે જે સમયે ગુજરાતનો આખો રાજપૂત સમાજ જામનગરના ધ્રોલમાં ભેગો થઇ ઐતિહાસિક ભૂચર મોરી દિવસની ઉજવણી કરે છે. એવા સમયે જામનગરમાં 2 હજારથી વધુ રાજપુત સમાજની દીકરીઓ અને મહિલાઓ દ્વારા તલવારબાજીનો રાસ કરી ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં નવો કિર્તીમાન સ્થાપવામાં આવશે જેની ખુબ જોરશોરથી તૈયારી ચાલી રહી છે.

કલમ 370 નાબુદ થતા કાશ્મીર પ્રવાસનને વેગ મળશે, ટુર ઓપરેટરને થશે મોટો ફાયદો

જામનગરમાં રાજપુત સમાજની 2 હજાર દિકરીઓ એકીસાથે તલવારબાજીનો રાસ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જવા જઇ રહી છે. એવા સમયે જામનગર પોલીસ વિભાગની ખાસ દેશ વિદેશ મા પ્રખ્યાત રાસ મંડળીના અનુભવી પોલીસ કર્મચારી દ્વારા રાજપુત સમાજની 2 હજાર દિકરીઓને તલવારરાસની ખાસ તાલીમ આપવામા આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ હજારોની સંખ્યામા રાજપુતાણીઓ એૈતિહાસિક ભુચરમોરીના દિવસે ગુજરાતભરના રાજપુત સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિમા એકી સાથે 2 હજાર રાજપુત મહિલાઓ દ્વારા તલવારબાજી કરી નવો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ રચાવામા આવશે.

કલમ 370ને દૂર કરતા મોદીજીનું ટેટુ હાથ પર દોરાવી આ ગુજરાતીએ કરી અનોખી ઉજવણી

ખુબ જ દિલધડક અને અદભૂત તલવારબાજી મહિલાઓ દ્વારા કરવામા આવી રહી છે. જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલારના વીર સપૂતો જ્યાં શહીદ થઈને ઇતિહાસ રચ્યો છે તે ભુચરમોરી જિલ્લાની શોર્યવંશી ધારા પર ગુજરાત રાજપૂત સમાજની બે હજારથી વધુ બહેનો દીકરીઓ મહિલાઓ સમૂહ તલવાર રાસ રજુ કરી વિશ્વવિક્રમ નોંધાવ્યોનો ઇતિહાસ રચશે. અખીલ ગુજરાત રાજપુત મહિલા સંઘ દ્વારા આયોજિત આ સમારંભ યુદ્ધના શહીદોને અંજલિ અર્પણ કરવા નિમિત્તે આયોજિત કરવામાં આવેલ છે. 

30 વર્ષથી ગુજરાતમાં વસતા ‘કાશ્મીરી પંડિતોની આપવીતી’ કલમ 370 દૂર થતા ખુશી અપાર

ધ્રોલ નજીક ભૂચર મોરી ભોમકા પર નવાનગર રાજયેવઆશ્રય ધર્મ નિભાવવા મોગલ સલ્તનત ખીલેલા રણસંગ્રામમાં હજારો બલિદાન રાજપુત તેમજ અન્ય સમાજના શૂરવીરોએ આપ્યા હતા. આ તમામ સહિત શુરવીરો ને શ્રદ્ધાંજલિ અથવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના નેજા હેઠળ આવતા મહિને આવનારી પવિત્ર શીતળા સાતમના દિવસે ભુચરમોરી પર ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ શહીદ શૂરવીરોના શ્રદ્ધાંજલિ સમારોહમાં રાજપૂત યુવા સંઘની મહિલા પાંખની બે હજારથી વધુ યુવતીઓ મહિલાઓ સમુદ્ર દ્વારા રજૂ કરી વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે. 

અમદાવાદ: કચરાના ઢગલામાં પડેલી પ્લાસ્ટીકની થેલીમાંથી મળી ‘નવજાત બાળકી’

સમગ્ર હાલ અને જિલ્લાને ગર્વ લઈ શકાય તેવા સહિત શુરવીરોના સૂર્યરૂપી શ્રદ્ધાંજલિ સમારંભની માહિતી આપવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ દશરથ મહેન્દ્રસિંહ પરમાર, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અમદાવાદના પ્રમુખ શરદાબા ભરતસિંહ જાડેજા દ્વારા સમગ્ર કાર્યક્રમને સહયોગ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતના તમામ જિલ્લા મથક ઉપર રાજપૂત સમાજના 15થી 50 વર્ષની વયના બહેનોને પોલીસ વિભાગની પ્રખ્યાત રાસમંડળીના કોરિયોગ્રાફર જે.સી જાડેજા દ્વારા તાલીમ આપવા રહી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news