સોમનાથ સ્વામીનારાયણ ગુરુકુલના બે સંતો પાસે 2.50 કરોડની ખંડણીની માગ

પોલીસે સંતોની ફરિયાદના આધારે ખંડણી માગનારા શખ્સોની કરી અટકાયત

સોમનાથ સ્વામીનારાયણ ગુરુકુલના બે સંતો પાસે 2.50 કરોડની ખંડણીની માગ

અમરેલીઃ સોમનાથ ખાતે આવેલા સ્વામીનારાયણ ગુરુકુળના બે સંતો પાસે બે શખ્સોએ રૂ.2.50 કરોડની ખંડણી માગી હતી. સંતોની ફરિયાદના આધારે પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી છે. 

ખંડણી માગનારા બે શખ્સોએ સોમનાથ સ્વામીનારાયણ ગુરુકુળના બે સંતોના ક્યાંકથી મેળવી લીધા હતા. ત્યાર બાદ તેમણે આ સંતોના ફોટાનું એડિટિંગ કરીને તેમાં મહિલાઓના ફોટા પણ ઉમેરી દીધા હતા. 

ફોટો એડિટ કર્યા બાદ તેમણે આ ફોટો સંતોનો મોકલ્યા હતા અને આ ફોટાને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમણે સંતોને સોમનાથથી અમરેલી બોલાવ્યા હતા અને આ ફોટા બતાવીને તેમની પાસે રૂ.2.50 કરોડની ખંડણી માગી હતી. 

જોકે, સંતો આ શખ્શોની ધમકીને શરણે થયા ન હતા, કેમ કે તેમણે કોઈ અપરાધ કર્યો ન હતો. સંતોએ ધમકી આપનારા બે શખ્સો સામે અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સંતોની ફરિયાદના આધારે અમરેલી પોલીસે બંને આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. આ શખ્સોએ બીજા કોઈ અન્યને ભોગ બનાવ્યા છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે. 

સોશિયલ મીડિયા દ્વારા છેતરપીંડીના અને ધાક-ધમકી આપવાના અનેક કિસ્સા અવાર-નવાર બહાર આવતા રહે છે. તેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો પણ ફસાઈ ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news