ગુજરાત ATS ની મોટી સફળતા, 24 વર્ષ બાદ પકડાયો મોસ્ટ વોન્ટેડ આતંકી અબ્દુલ મજીદ

24 વર્ષથી નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીને પકડી પાડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અબ્દુલ મજીદ કુટ્ટીએ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમનો સાગરિત છે. વર્ષ 1996ના મહેસામા આર્મ્સ હોલ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ ઝારખંડના જમશેદપુરથી તેની ધરપકડ કરી છે. 1996ના કેસનો આરોપી 24 વર્ષ બાદ ઝડપાયો છે. ઝડપાયેલો આરોપી દાઉદ ઈબ્રાહિમ સાથે સક્રિય હતો. 

Trending Photos

ગુજરાત ATS ની મોટી સફળતા, 24 વર્ષ બાદ પકડાયો મોસ્ટ વોન્ટેડ આતંકી અબ્દુલ મજીદ

મૌલિક ધામેચા/અમદાવાદ :24 વર્ષથી નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીને પકડી પાડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અબ્દુલ મજીદ કુટ્ટીએ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમનો સાગરિત છે. વર્ષ 1996ના મહેસામા આર્મ્સ હોલ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ ઝારખંડના જમશેદપુરથી તેની ધરપકડ કરી છે. 1996ના કેસનો આરોપી 24 વર્ષ બાદ ઝડપાયો છે. ઝડપાયેલો આરોપી દાઉદ ઈબ્રાહિમ સાથે સક્રિય હતો. 

1996ના કેસના આરોપીને 24 વર્ષ બાદ ઝડપી પાડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ઝારખંડથી આરોપીનું પગેરું મેળવી કાઢ્યુ હતું. 1996માં મહેસાણાથી પાકિસ્તાન બનાવટની 125 પિસ્ટલ,  750 કારતુસ, 4 કિલો RDX અને અઢી કરોડના વિસ્ફોટકો કબ્જે થયા હતા. દાઉદ ઈબ્રાહિમે આરોપીને હથિયાર મોકલ્યા હતા. હથિયાર પહોંચાડનાર અબ્દુલ મજીદ કુટ્ટીની ઝારખંડથી ધરપકડ કરાઈ છે. એક જમાનામાં માજીદ દાઉદનો ખાસ સાગરીત હતો. પાકિસ્તાની એજન્સીના ઈશારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો. માજીત દાઉદ ઉપરાંત છોટા રાજન, અબુ સાલેમ, છોટી શકીલ સહિતના અનેક ગેંગસ્ટર સાથે કામ કરી ચૂક્યો છે. વર્ષ 1996 તે અબુ સાલેમ સાથે દૂબઈ ગયો હતો. ત્યારે તેણે આ વિસ્ફોટક પદાર્થો અને હથિયાર ઘૂસાડ્યા હતા. 

ડિસેમ્બર 1996 માં ત્રણ આરોપીઓ આ વિસ્ફોટક સાથે મહેસાણાથી પકડાયા હતા. ત્યાર બાદથી માજીદ બેંગકોક ગયો હતો. ત્યાંથી પટનાથી ખોટા પાસપોર્ટ પર મલેશિયા ગયો હતો અને ત્યાંથી વર્ષ 2019માં જમશેદપુર આવી ખોટા નામે રહેતો હતો. 1999 સુધી તે બેંગકોકમાં રહ્યો હતો. પોરબંદરના મમુમિયા સાથે સંપર્ક બનતા સ્મગલિંગનો બિઝનેસ શરૂ કર્યો હતો. વર્ષ 2019માં મે મહિનામાં ભારત આવી જમશેદપુરમાં નામ બદલી રહેતો હતો.

એટીએસએ માહિતી આપી કે, 1997ના પ્રજાસત્તાક દિવસે બ્લાસ્ટ કરવા માટે દાઉદ દ્વારા ચાઈના અને પાકિસ્તાન બનાવટના હથિયારો મોકલવામાં આવ્યા હતા. 23 નવેમ્બર, 1996ના રોજ મહેસાણા ખાતેથી ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. મહંમદ ફઝલ, ત્યાર બદ કુરેશ શકીલ અને કુરેશી અનવર પકડાયો હતો. તેઓની પૂછપરછમાં દાઉદ, અબુ સાલેમ, અબ્દુલ મજીદની સંડોવણી બહાર આવી હતી. જેના અનુસંધાને તપાસની ચાર્જશીટ બાદ ધરપકડ વોરન્ટ દાખલ કરવામાં આવ્યા હતા. તમામ ગેંગસ્ટર સાથે માજિદની અંગત ઓળખ છે. તે લાંબા સમયથી તે લોકો માટે ગેરકાયદેસર કામ કરતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news