નરોડાની એક હોટલમાં દારૂની મહેફિલ માણતા 14 વેપારીઓ ઝડપાયા

નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ માણતા 14  શખ્સની નરોડા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે દારૂની આઠ બોટલો, 6 મોબાઈલ ફોન અને 7 વાહનો સહિત રૂ. 6.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

નરોડાની એક હોટલમાં દારૂની મહેફિલ માણતા 14 વેપારીઓ ઝડપાયા

જાવેદ સૈયદ, અમદાવાદ: નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ માણતા 14  શખ્સની નરોડા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે દારૂની આઠ બોટલો, 6 મોબાઈલ ફોન અને 7 વાહનો સહિત રૂ. 6.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. હોટલના મેનેજરની પણ સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

રાજ્યમાં અવારનવાર મહેફિલ માણતા નબીરાઓ પકડાયા હોવાના અહેવાલ સામે આવે છે. ત્યારે હાલ નરોડામાંથી 14 વેપારીઓ દારૂની મહેફિલ માણતા નરોડા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ત્યાંથી 6 દારૂની બોટલો અને 7 વાહનો કબજે કર્યા છે. નરોડા વિસ્તારમાં આવેલી સેન્ટ્રો હોટલમાં દારૂની મહેફિલ માણતા 14 વેપારીઓની પોલીસે ધરપકડ કરી હતી.

ઝડપાયેલા તમામ લોકો બર્થડે પાર્ટી મનાવવા માટે તેઓ સેન્ટ્રો હોટલમાં ગયા હતા. ત્યાં તેઓએ દારૂ પાર્ટી યોજી હતી. પોલીસને બાતમી મળતા ત્યાં રેડ પાડી હતી અને હોટલમાંથી પોલીસે દારૂની 6 બોટલો, 6 મોબાઈલ ફોન અને 7 વાહનો સહિત રૂ. 6.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news