Naroda police News

તમારા ફ્લેટનાં ધાબે ધુમાડો દેખાય તો સાવધાન, નહી તો પોલીસ બધાને જેલ ભેગા કરશે
ડ્રગ્સ સામે સખ્ત કાર્યવાહી કરવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની લેબ બનાવી MD ડ્રગ્સનું ઉત્પાદન કરતા આરોપી સહિત વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ ઘરની જ છત પર આ લેબ શરૂ કરી આશરે બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવી દીધું હતું. 7 મી ડિસેમ્બરએ થલતેજમાંથી ક્રાઇમ બ્રાન્ચે પકડેલ 23.86 ગ્રામ ડ્રગ્સની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. એક પછી એક આરોપીઓની પૂછપરછ કરતાં કરતાં પોલીસ નવા નરોડા વિસ્તારમાં એમ ડી ડ્રગ્સ બનાવતી મીની લેબ સુધી પહોંચી ગઈ અને ડ્રગ્સનું ઉત્પાદન કરનાર આરોપી બિપીન પટેલ, મુખ્ય સપ્લાયર પંકજ પટેલ અને બે ડ્રગ્સ પેડલરને ઝડપી લીધા. 
Dec 25,2021, 21:24 PM IST

Trending news