11 દિવસનું બાળક કોરોના સંક્રમિત થયાનો કિસ્સો સામે આવ્યો, લગાવ્યું રેમડેસિવિર ઇંજેક્શન
ફક્ત 11 દિવસનું બાળક જે કોરોના સંક્રમિત (Coronavirus) થયું છે અને સુરત (Surat) ના નાના વરાછા વિસ્તારમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્રારા સંચાલિત હોસ્પિટલમાં વેન્ટિલેટર (Ventilator) પર છે.
Trending Photos
ચેતન પટેલ, સુરત: ફક્ત 11 દિવસનું બાળક જે કોરોના સંક્રમિત (Coronavirus) થયું છે અને સુરત (Surat) ના નાના વરાછા વિસ્તારમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્રારા સંચાલિત હોસ્પિટલમાં વેન્ટિલેટર (Ventilator) પર છે. બાળ રોગના વિશેષજ્ઞ ડો. અલ્પેશ સિંઘવીએ જણાવ્યું હતું કે બાળકની માતા સંક્રમિત હતી. તેનાથી સંક્રમણ માસૂમ બાળક સુધી પહોંચ્યું છે. 11 દિવસના બાળકને રેમડેસિવિર ઇંજેક્શન (Remdesivir Injection) લગાવવામાં આવ્યું છે. હવે બાળકની તબિયતમાં સુધારો છે.
હોસ્પિટલમાં ભરતી થતાં મહિલાના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. પ્રસુતિ બાદ બાળકનો એક્સ-રે કરવામાં આવ્યો, ત્યારે પણ સામાન્ય હતો. જન્મના પાંચમા દિવસે એક્સ-રે કર્યો તો બિલકુલ સફેદ આવ્યું. તેથી ડોક્ટરને શંકા ગઇ હતી.
કોવિડ 19 (Covid 19) ટેસ્ટ કરાવતાં બાળકને સંક્રમણ હોવાની વાત ખબર પડી. માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. પહેલાં દિવસે માતાને સામાન્ય શરદી-ખાંસી હતી, જેને તેણે છુપાવ્યું હતું. ગર્ભવતિ મહિલાઓએ ખૂબ જ કાળજી રાખીને ડોક્ટરને નાની-મોટી તમામ તકલીફો અંગે માહિતગાર જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે