કથાકાર મોરારીબાપુએ કોરોના વેક્સીનનો લીધો બીજો ડોઝ

દેશભરમાં વેક્સીનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે કથાકાર મોરારીબાપુ (morari bapu) એ આજે તલગાજરડા પ્રાઈમરી હેલ્થ સેન્ટર પર જઈ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. 

કથાકાર મોરારીબાપુએ કોરોના વેક્સીનનો લીધો બીજો ડોઝ

અમરેલી: સમગ્ર વિશ્વ જ્યારે કોરોના (Coronavirus) ની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે છે ત્યારે ભારત (India) માં જ શોધાયેલી વેક્સીન (corona vaccine) સમગ્ર વિશ્વમાં કોરોના સામે કારગત નીવડી છે. દેશભરમાં વેક્સીનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે કથાકાર મોરારીબાપુ (morari bapu) એ આજે તલગાજરડા પ્રાઈમરી હેલ્થ સેન્ટર પર જઈ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. 

આ પહેલાં તેમણે ગત મહિને સાવરકુંડલા (Savarkundala) ના લલ્લુ ભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે કથાકાર મોરારીબાપુએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. લોકો રસી લઇ લે અને પોતાને વધુ સુરક્ષિત કરે તેમ જણાવ્યું છે. તેમજ કોરોનની વર્તમાન પરિ્થિતિને જોતાં તલગાજરડા ખાતે શ્રી ચિત્રકૂટ ધામ, પ્રભુ પ્રસાદ અને કૈલાસ ગુરૂકુળ મુલાકાતીઓ માટે અચોક્કસ મુદત માટે બંધ કરવમાં આવ્યું છે.

મોરારીબાપુએ વેક્સીનનો પહેલો ડોઝ લીધો 
કોરોના મહામારી (Corona Pandemic) એ જ્યારે વિશ્વને રોકી રાખ્યું છે. તબીબી આલમમાં પણ કોરોનાથી હાહાકાર મચી ગયો છે. ત્યારે ભારતના વૈજ્ઞાનિકોએ કોરોના પર માત મેળવી પ્રથમ વેક્સીન શોધી કાઢી છે. હાલ લોકોને વેક્સીન આપવાની કામગીરી પૂરજોરમાં ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુજરાતની અનેક હસ્તીઓ વેક્સીન લઈ ચૂકી છે. ત્યારે ગત મહિને સાવરકુંડલાના લલ્લુ ભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે કથાકાર મોરારીબાપુએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news