આઈટી વિભાગ News

સુરતમાં ગરીબના ખાતામાં 10 કરોડ જમા થયા, પછી જે થયું તે જાણીને વિશ્વાસ નહિ
 તમારા ઓળખ અને રહેઠાણના પુરાવાઓ કોઈને પણ આપો અને જો તેનો ખોટો ઉપયોગ થઇ જાય તો, જી હાં આવી ઘટના અનેક વખત વખત બનતી હોય છે. પરતું કેટલીક ઘટનાઓમાં પાડા ના વાંકે પખાલીને ડામ જેવી ઘટના પણ બનતી હોય છે. સુરતના વરાછા ખાતે રહેતા અને લેબમાં કામ કરી મહિને 25 હજાર સુધી કમાતા લલિતભાઈ ઠોળીયા સાથે પણ આવ્યું જ બન્યું છે. તેમના બેંક ખાતામાં 10.58 કરોડ જમા થતાં તેમના હોંશ ઉડી ગયા હતા. ટ્રાન્ઝેકશન થઈને આ રકમ થોડા જ દિવસમાં અન્ય ખાતામાં ફોરવર્ડ થઈ ગઈ હતી. રૂપિયા કયાંથી આવ્યા તેની તપાસ લલિતભાઈ કરે એ અગાઉ તો આઈટીની નોટિસ આવી. અંગ્રેજીમાં આવેલી નોટિસ અંગે કોઈ જવાબ નહીં આપતા આવકવેરા વિભાગે લલિતભાઈના બચત ખાતા સીઝ કરી રૂપિયા 2.35 લાખ કબજે કર્યા હતા. ત્યારે લલિતભાઈએ વરાછા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. 
Mar 11,2019, 9:12 AM IST

Trending news