Video : જ્હાન્વીએ શાહરૂખને આપ્યો અવોર્ડ, બદલામાં કિંગ ખાને કરી KISS

હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ બન્યો છે

Video : જ્હાન્વીએ શાહરૂખને આપ્યો અવોર્ડ, બદલામાં કિંગ ખાને કરી KISS

નવી દિલ્હી : બોલિવૂડની હાલમાં જાન્હવી કપૂરની ભારે ચર્ચા છે. આ સંજોગોમાં જાન્હવીનો 18 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જાન્હવી પોતાના પિતા બોની કપૂર અને ફિલ્મ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા સાથે જોવા મળી રહી છે. આ વાઇરલ વીડિયો 2000ના ઝી સિને અવોર્ડસનો છે. આ ક્લિપમાં શાહરૂખ ખાનને 'દેવદાસ' માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ દેતી જાન્હવી નજરે ચડે છે. આના બદલામાં શાહરૂખ તેને સ્વીટ કિસ પણ આપે છે. 

શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરને ચમકાવતી 'ધડક'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જ્હાન્વીની આ પહેલી ફિલ્મ પર  બધાની નજર મંડાયેલી છે. આ ફિલ્મનું ડિરેક્શન શશાંક ખૈતાને કરેલું છે. 'ધડક' એ મરાઠી સુપરહીટ ફિલ્મ 'સૈરાટ'ની સત્તાવાર રિમેક છે. ફિલ્મમાં શાહિદ કપૂરના ભાઈ ઇશાને પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે તો જ્હાન્વી પણ તાજી હવાની લહેર જેવી લાગે છે.

'ધડક' એ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને બનાવેલી છે અને 20 જુલાઈ, 2018ના દિવસે રિલીઝ થવાની છે. પહેલાં આ ફિલ્મ 6 જુલાઈએ રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં જ્હાન્વી અને ઇશાન સિવાય આશુતોષ રાણાનો પણ દમદાર રોલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news