VIDEO : પિતા જેવો જ દિલદાર છે શાહરૂખનો દીકરો, જોઈને થશે ખાતરી

હાલમાં આર્યનનો વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ બની ગયો છે

VIDEO : પિતા જેવો જ દિલદાર છે શાહરૂખનો દીકરો, જોઈને થશે ખાતરી

નવી દિલ્હી : બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન પોતાના પિતાની જેમ જ દરિયાદિલ છે. ફ્રેન્ડશીપ ડે પર વાઇરલ થયેલા વીડિયોએ આ વાત સાબિત કરી દીધી છે. હકીકતમાં આર્યન ખાન 5 ઓગસ્ટના દિવસે ફ્રેન્ડશીપ ડેને સેલિબ્રેટ કરવા પોતાના મિત્રો સાથે બાંદરાની એક હોટેલમાં પહોંચ્યો હતો. અહીં આર્યન સિવાય બીજા ફિલ્મી સિતારા પણ હાજર હતા. 
 
હોટેલમાં શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર, સંજય કપૂરની દીકરી શનાયા કપૂર તેમજ સોહેલ ખાનનો દીકરો નિર્વાણ ખાન પણ હાજર હતા. આર્યન જ્યારે આ સેલિબ્રેશનમાંથી બહાર નીકળ્યો ત્યારે કેટલા ગરીબ બાળકો તેની પાછળ પૈસા માંગવા માટે દોડ્યા. આ બાળકોને જોઈને આર્યને તેને સ્માઇલ આપી. કારમાં બેસતા પહેલાં આર્યન પોતાનું ખિસ્સું ફંફોસે છે અને અંતે તેની પાછળ રહેલી વ્યક્તિ બાળકીના હાથમાં પૈસા પકડાવી દે છે. 

A post shared by Voompla (@voompla) on

આ પાર્ટીમાંથી બહાર નીકળતી શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર ફ્લોરલ ટોપ તેમજ ડેનિમમાં જોવા મળી હતી. ભીખ માગી રહેલા બાળકો ખુશી પાછળ પણ દોડ્યા પણ તેને ખુશી પાસેથી એક રૂપિયો પણ ન મળ્યો. મળતી માહિતી પ્રમાણે મોટી બહેન જાન્વીનાં પગલે હવે ખુશી કપૂરે પણ અભિનેત્રી બનવાનું નક્કી કરી લીધું છે. બોલિવૂડમાં પ્રવેશવાનો શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની નાની દીકરી ખુશીનો કોઈ પ્લાન નહોતો, પરંતુ હવે અચાનક એણે મન બદલ્યું છે. એની ઈચ્છા મોડેલિંગ ક્ષેત્રમાં આગળ વધવાની હતી અને એ વખતે શ્રીદેવીએ પણ એને ટેકો આપ્યો હતો. હવે ખુશીએ મોટી બહેનની જેમ અભિનેત્રી બનવાનું નક્કી કરી લીધું છે. એવું લાગે છે કે જિંદગીની પહેલી જ ફિલ્મ ‘ધડક’માં જાન્વીને મળેલી સફળતાથી પ્રેરાઈને ખુશીએ પણ ફિલ્મ લાઈનમાં જવાનું પસંદ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news