સજીધજીને રાનુએ તસવીર પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં, લોકોએ કહી દીધું કે...

રાનુ મંડલની કરિયરની વાત કરીએ તો એનું પ્રથમ ગીત આખરે રીલિઝ કરી દેવામાં આવ્યું છે. આ સોંગ 14 નવેમ્બરે રીલિઝ કરવામાં આવ્યું હતું. બીજી તરફ સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દબંગ 3’નું ગીત ‘હુડ હુડ’ પણ આ જ દિવસે રીલિઝ કરવામાં આવ્યું હતું. 

સજીધજીને રાનુએ તસવીર પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં, લોકોએ કહી દીધું કે...

મુંબઈ : સોશિયલ મીડિયા દ્વારા રાતોરાત સ્ટાર બની જનાર રાનુ મંડલ હાલમાં ખોટા કારણોસર ચર્ચામાં છે. થોડા સમય પહેલાં તેનો વિવાદાસ્પદ વીડિયો જાહેર થયો હતો અને હવે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે જેમાં લોકો તેના મેકઅપને કારણે તેની મજાક ઉડાવી રહ્યા છે. આ તસવીરોમાં રાનુ ખૂબ જ સુંદર લહેંગામાં જોવા મળે છે પરંતુ તેણે જે મેકઅપ કર્યો છે એ તેને સારી દર્શાવવાના બદલે તેના લુકને ખૂબ જ બગાડી રહ્યો છે. આ તસવીરો જોઈને એવું લાગી રહ્યું છે કે રાનુ કોઈ બ્યૂટી પાર્લર અથવા તો સલૂનના કાર્યક્રમમાં હાજરી આપી હોય. રાનુએ જે મેકઅપ કર્યો છે એમાં તે સુંદર લાગવાને બદલે ખરાબ લાગી રહી છે. તેના આ લુકની બહુ મજાક ઉડી છે.

Joker 2.0 is coming guys....Excitation level is damn high😍 pic.twitter.com/hktJsV8zOb

— Ahnied kolim (@kolim_official) November 17, 2019

— P. (@Ainviibas) November 17, 2019

— P. (@Ainviibas) November 17, 2019

રાનુ મંડલની કરિયરની વાત કરીએ તો એનું પ્રથમ ગીત આખરે રીલિઝ કરી દેવામાં આવ્યું છે. આ સોંગ 14 નવેમ્બરે રીલિઝ કરવામાં આવ્યું હતું. બીજી તરફ સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દબંગ 3’નું ગીત ‘હુડ હુડ’ પણ આ જ દિવસે રીલિઝ કરવામાં આવ્યું હતું. એક જ દિવસે રીલિઝ થયેલા આ બંને ગીતોમાં રાનુના ગીત ‘આશિકી મેં તેરી 2.0’એ ટોપ ટ્રેન્ડિંગ બાબતે બાજી મારી લીધી છે. આ ગીત યૂટ્યૂબ ટ્રેન્ડિંગ લિસ્ટમાં હજુ પણ નંબર બે પર છે ત્યારે બીજી બાજુ સલમાન ખાન પર ફિલ્માવામાં આવેલું સોન્ગ ‘હુડ હુડ’ પાછળ ધકેલાઈ ગયું હતું.

રેલવે સ્ટેશન પર ગીતો ગાઇને જીવન પસાર કરતી રાનુ મંડલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને પછી તે સેલિબ્રિટી  બની ગઈ હતી. પહેલા રિયાલિટી શોમાં અને પછી હિમેશ રેશમિયાની ફિલ્મોમાં બ્રેક મળતા રાનુ મંડલ રાતોરાત સ્ટાર થઈ ગઈ હતી. હાલમાં રાનુનો એક અન્ય વીડિયો વાયરલ થયો જેમાં તે પોતાના ફેન પર ગુસ્સો કરે છે. આ વીડિયો કોઇએ વાયરલ કરતા સોશિયલ મીડિયા પર ફેન્સે રાનુ મંડલ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે માણસ તેનો ભૂતકાળ જલ્દી ભૂલી જાય છે.

LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news