VIDEO : રિલીઝ થયું 'પાગલપંતી'નું Trailer, કોમેડીનો 'મહાડોઝ' છે ફિલ્મ

આ ફિલ્મમાં અનિલ કપુર, જોન અબ્રાહમ, ઈલિયાના ડિક્રૂઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 'પાગલપંતી' 22 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 
 
VIDEO : રિલીઝ થયું 'પાગલપંતી'નું Trailer, કોમેડીનો 'મહાડોઝ' છે ફિલ્મ

નવી દિલ્હીઃ દિવાળી પર 'હાઉસફૂલ-4' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવા આવી રહી છે. આ વખતે દર્શકોને એક પછી એક મલ્ટીસ્ટારર કોમેડિ ફ્લમોનો ડોઝ મળવાનો છે. આ જ શ્રેણીમાં કોમેડી ફિલ્મ 'પાગલપંતી' (Pagalpanti)નું મજેદાર ટ્રેલર મંગળવારે રિલીઝ થયું છે. આ ટ્રેલર એટલું જોરદાર છે કે તેને જોઈને તમે પણ પેટ પકડીને હસવા મજબુર થઈ જશો. 

આ ફિલ્મમાં અનિલ કપુર, જોન અબ્રાહમ, ઈલિયાના ડિક્રૂઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 'પાગલપંતી' 22 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 

જૂઓ ટ્રેલર....

કોમેડીના બાદશાહ કહેવાતા અનીસ બઝ્મીના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 'પાગલપંતી' પોતાના ટ્રેલર સાથે જ લોકોનાં દિલ જીતવામાં સફળ થઈ ચૂકી છે. રિલીઝની સાથે જ ટ્રેલર સોશિયલ મીડીયામાં છવાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, અનીસ બઝમી અગાઉ પણ 'નો એન્ટ્રી', 'વેલકમ', 'સિંઘ ઈઝ કિંગ' અને 'રેડી' જેવી ફિલ્મો સામેલ છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news