અમદાવાદઃ આજે પુષ્ય નક્ષત્ર, શહેરમાં જ્વેલરોની દુકાને જોવા મળી લોકોની ભીડ
દિવાળીના તેહવારમાં પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવીએ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. સોનાના ઊંચા ભાવના પગલે પુષ્ય નક્ષત્રમાં ખરીદીને અસર થઈ રહી છે.
Trending Photos
આશ્કા જાની/અમદાવાદઃ દિવાળીની તહેવાર પર લોકો ખરીદી કરતા હોય છે. ત્યારે આજે પુષ્ય નક્ષત્ર છે અને શહેરના જ્વેલર્સોને ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી. તો બીજીતરફ સોનાના ભાવ વધારે હોવાથી ખરીદનારા અને રોકાણ કરનારામાં થોડી નિરાશા પણ જોવી મળી હતી. ઘણા લોકોએ પરંપરા સાચવવા માટે પણ સોનાની ખરીદી કરી હતી.
દિવાળીના તેહવારમાં પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવીએ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. સોનાના ઊંચા ભાવના પગલે પુષ્ય નક્ષત્રમાં ખરીદીને અસર થઈ રહી છે. આજે 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ રૂ.37,300 છે તો હતા. 24 કેરેટ 10 ગ્રામનો ભાવ રૂ.39900 છે. પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. ઘણા ગ્રાહકો તો પુષ્ય નક્ષત્રમાં જ દર વર્ષે સોનાની ખરીદી કરતાં હોય છે. બીજી તરફ ઘણા જ્વેલર્સ દ્વારા સોનાની ખરીદી માટે આકર્ષક સ્કીમો પણ ગ્રાહકો માટે રજૂ કરવામાં આવી છે. જેમાં ઘડામણના ચાર્જમાં ઘટાડાનો પણ સમાવેશ થતો હોય છે.
જામનગરમાં ડેન્ગ્યુથી 6 વર્ષની બાળકીનું મોત, અત્યાર સુધી 15 લોકોએ ગુમાવ્યો જીવ
જો કે સોનાના ભાવ ગમે તેટલી ઊંચાઈ પોહચે પરતું લોકો પુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદી કરવાની પરંપરા જાળવવા માટે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી જેટલું સોનું તો ચોકસથી ખરીદે છે . એટલે કે થોડું સોનું ખરીદી કરી દિવાળીમાં શુકન તો કરે છે અને આ રીતે દિવાળીની ઉજવણી કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે