અર્ધનગ્ન PHOTO શેર કરીને જન્મદિને જ ચર્ચાના ચગડોળે ચઢી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા

બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela ) પોતાના બોલ્ડ અંદાજ માટે પોપ્યુલર છે. તે હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. તેણે મંગળવારે પોતાના બર્થડે પર એક એવી તસવીર શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. હકીકતમાં, ઉર્વશીએ આ તસવીરના માધ્યમથી પોતાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. તેણે તસવીરમાં લખ્યું છે કે, આજે લાગે છે કે સૂર્ય માત્ર મારા માટે અન્ય દિવસો કરતા વધુ ચમકી રહ્યો છે. ધરતીની સૌથી ઉત્કૃષ્ઠ શખ્સિયત એટલે કે મને જન્મદિવસની શુભેચ્છાઓ. ઉર્વશીએ પોતાના ફેન્સને બર્થડે વિશીશ કરવા માટે આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, હું બહુ જ સ્પેશિયલ અનુભવી રહી છું. તે આટલું લખીને અટકી નહિ, અને આગળ બોલી કે, મારા જન્મના દિવસ પર રજાની જાહેરાત કરવી જોઈએ.
અર્ધનગ્ન PHOTO શેર કરીને જન્મદિને જ ચર્ચાના ચગડોળે ચઢી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela ) પોતાના બોલ્ડ અંદાજ માટે પોપ્યુલર છે. તે હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીર અને વીડિયો શેર કરતી રહે છે. તેણે મંગળવારે પોતાના બર્થડે પર એક એવી તસવીર શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. હકીકતમાં, ઉર્વશીએ આ તસવીરના માધ્યમથી પોતાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. તેણે તસવીરમાં લખ્યું છે કે, આજે લાગે છે કે સૂર્ય માત્ર મારા માટે અન્ય દિવસો કરતા વધુ ચમકી રહ્યો છે. ધરતીની સૌથી ઉત્કૃષ્ઠ શખ્સિયત એટલે કે મને જન્મદિવસની શુભેચ્છાઓ. ઉર્વશીએ પોતાના ફેન્સને બર્થડે વિશીશ કરવા માટે આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, હું બહુ જ સ્પેશિયલ અનુભવી રહી છું. તે આટલું લખીને અટકી નહિ, અને આગળ બોલી કે, મારા જન્મના દિવસ પર રજાની જાહેરાત કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, નૈનીતાલમાં જન્મેલી ઉર્વશીએ સ્કૂલના દિવસોથી જ મોડેલિંગની શરૂઆત કરી હતી. તે સમયે તે માત્ર 15 વર્ષની હતી. તેના માતાપિતા બિઝનેસમેન છે. તે 2011માં સાઉથ કોરિયામાં યોજાયેલ મિસ એશિયન સુપર મોડલનો ખિતાબ જીતી હતી. આ સાથે મિસ યુનિવર્સ ઈન્ડિયા પણ રહી ચૂકી છે. માત્ર મોડેલિંગ કે એક્ટિંગ જ નહિ, સ્પોર્ટસમાં પણ તેને રસ છે. તે નેશનલ લેવલની બાસ્કેટબોલ પ્લેયર રહી ચૂકી છે. 

Budget 2020: રૂપાણી સરકારને ગુજરાતી નાગરિકોને ખુશ કરતુ ફુલગુલાબી બજેટ રજૂ કરવું મુશ્કેલ છે

બોલિવુડની વાત કરીએ તો, તેણે સની દેઓલની ફિલ્મ સિંહ સાહેબ ધ ગ્રેટથી બોલિવુડમા એન્ટ્રી કરી હતી. તેના બાદ ભાગ જોની, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, સનમ રે, કાબિલ, હેટ સ્ટોરી 4 અને પાગલપંતી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તે એક્ટ્રેસ તરીકે ક્યારેય સારી ઓળખ બનાવી શકી નથી. સોશિયલ મીડિયા પર તે સતત એક્ટિવ રહે છે. એ કહેવુ ખોટુ નહિ હોય કે, સુંદર ઉર્વશીને અત્યાર સુધી એક પણ સારો રોલ ઓફર થયો નથી, જેનાથી તે પોતાને સારી એક્ટ્રેસ કહી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news