અલ્પેશ કથીરિયા સામે નોંધાયો રાયોટિંગનો ગુનો, લોકઅપમાં રડ્યો અલ્પેશ?
અલ્પેશ કથીરિયાએ એસીપી ઈન્ચાર્જ પરમારે તેનું એન્કાઉન્ટ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરી છે
Trending Photos
સુરત : સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે બાઈક પાર્ક કરવાની બાબતે બબાલ થતા પોલીસ કર્મચારીએ કથીરિયાને લાફો માર્યો હતો. ત્યારે આ સમગ્ર બનાવ મામલે સુરત પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો પહોંચી ગયા હતા. ત્યારે વરાછા પોલીસ સ્ટેશન બહાર પોલીસ અને પાટીદાર યુવાનો વચ્ચે ઘર્ષણ વધ્યું હતું. જેના બાદ પોલીસ દ્વારા પાટીદાર યુવાનોને ડિટેઈન કરાયા હતા. આ મામલામાં અલ્પેશ કથીરિયા સામે લોકોને ભટકાવવા માટે રાયોટિંગનો ગુન નોંધાયો છે અને તેમના પર સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. અલ્પેશ સામે પોલીસકર્મીને ધમકી આપવાની પણ ફરિયાદ નોંધાઈ છે. આ વિવાદ પછી ધમાલ કરવા બદલ ધાર્મિક માલવિયા સહિતના બીજા પાટીદાર નેતાઓ સામે પણ અલગઅલગ ગુનાઓ નોંધાયા છે.
આ વિવાદ પછી અલ્પેશ કથીરિયાએ એસીપી ઈન્ચાર્જ પરમારે તેનું એન્કાઉન્ટ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરી છે. અલ્પેશના દાવા પ્રમાણે રાહુલ પટેલની હાજરીમાં આ ધમકી આપવનામાં આવી છે. કેટલાક રિપોર્ટ પ્રમાણે આ સમગ્ર વિવાદ પછી અલ્પેશ લોકઅપમાં રડી પડ્યો છે પણ આ વાતને કોઈ સત્તાવાર સમર્થન નથી મળી રહ્યું. અલ્પેશે નિવેદન આપ્યું છે કે જ્યાં સુધી તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી તે અન્ન અને જળનો ત્યાગ કરશે. માહિતી પ્રમાણે અલ્પેશે કહ્યું છે કે જો પોલીસ અધિકારી અને ટ્રાફિક કન્વિનર આ મામલે માફી માગી લે તો તે વિવાદને પડતો મૂકવા તૈયાર છે.
અલ્પેશના વિવાદ પછી ડોક્ટર ઉપાધ્યાય તેમજ અલ્પેશના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. ડોક્ટરનો દાવો છે કે અલ્પેશ પર 25 વર્ષની વયે રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો જેના પગલે તેણે ત્રણ મહિના જેલમાં જવું પડ્યું હતું. ડોક્ટરના દાવા પ્રમાણે જેલમાંથી બહાર આવ્યા પછી અલ્પેશનું વર્તન બદલાયું છે અને તેની મનોસ્થિતિ વણસેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે