બોયફ્રેન્ડ રણબીરની ફિલ્મમાંથી રાતોરાત કપાયું આલિયાનું પત્તું કારણ કે...

આ ફિલ્મમાં અજય દેવગન પણ મહત્વનો રોલ ભજવી રહ્યો છે

બોયફ્રેન્ડ રણબીરની ફિલ્મમાંથી રાતોરાત કપાયું આલિયાનું પત્તું કારણ કે...

મુંબઈ : અજય દેવગન અને રણબીર કપૂર બહુ જલ્દી ડિરેક્ટર લવ રંજનની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છે. આ ફિલ્મને ભુષણકુમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે. તાજેતરમાં આ ફિલ્મ વિશે મોટું એલાન કરવામાં આવ્યું છે અને આખરે આ ફિલ્મની હિરોઇન પણ પસંદ કરી લેવામાં આવી છે. 

આ ફિલ્મ સાથે જોડાયેલી એક વ્યક્તિએ મહત્વની માહિતી આપતા જણાવ્યું છે કે 'ફિલ્મના નિર્માતા ઇલિયાના ડિક્રુઝને લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ પહેલાં આલિયા ભટ્ટ અને નુસરત ભરૂચાના નામની પણ ચર્ચા હતી પણ આલિયા પહેલાંથી જ અનેક ફિલ્મો સાઇન કરી ચૂકી છે અને નુસરતને આ ફિલ્મમાં કામ કરવાની ખાસ ઇચ્છા નથી. ફિલ્મમેકરને એવી હિરોઇન જોઈતી હતી જે કોમેડી અને ઇમોશનલ સીન કરી શકે. આ કારણોસર ઇલિયાનાની પસંદગી કરવામાં આવી છે. ઇલિયાનાએ રણબીર સાથે બરફીમાં અને અજય દેવગન સાથે બાદશાહો તેમજ રેડમાં સાથે કામ કર્યું છે.'

મળતી માહિતી પ્રમાણે ઇલિયાનાએ હજી સુધી આ ફિલ્મને સાઇન નથી કરી. નિર્માતા બહુ જલ્દી ઇલિયાનાને સ્ક્રિપ્ટનું બ્રિફિંગ આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news