રાફેલ-NPA મુદ્દે કોંગ્રેસ અને મુર્ખ રાજકુમાર એક અસત્યનું નિર્માણ કરી તેને ફેલાવી રહ્યું છે: જેટલી

કોંગ્રેસ દ્વારા રાફેલ અને એનપીએ મુદ્દે સતત અસત્ય બોલવામાં અને ફેલાવવામાં આવી રહ્યું છે, તેમનાં પાપનો ટોપલો તેઓ અમારી ઉપર ઢોળવા માંગે છે

રાફેલ-NPA મુદ્દે કોંગ્રેસ અને મુર્ખ રાજકુમાર એક અસત્યનું નિર્માણ કરી તેને ફેલાવી રહ્યું છે: જેટલી

નવી દિલ્હી : નાણામંત્રી અરૂણ જેટલીએ રાફેલ ડીલ અને નોન પર્ફોમિંગ એસેટ્સ (NAP)ના મુદ્દે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો હતો. જેટલીએ કોંગ્રેસ વડા રાહુલ ગાંધીને મુર્ખાઓના રાજકુમાર(ક્લાઉન પ્રિંસ) સંબોધિત કરતા કહ્યું કે, તેઓ એનપીએ અને રાફેલ મુદ્દે સતત ખોટુ બોલી રહ્યા છે. રાહુલ તે રણનીતિ પર કામ કરી રહ્યા છે જેમાં એક ખોટી વાત પેદા કરવામાં આવે છે અને તેને સતત બોલવામાં આવે છે. 

જેટલીએ કહ્યું કે, રાફેલ મુદ્દે તેમના દ્વારા ઉઠાવાયેલા સવાલોનો રાહુલ તરફથી કોઇ જ જવાબ આવ્યો નથી. જેટલીએ ફેસબુક પર એક પોસ્ટ લખીને રાફેલ અને એનપીએ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષે લગાવેલા આરોપોનો જવાબ આપ્યો હતો. જેટલીએ કહ્યું કે, રાહુલ ગાંધી બે અસત્ય બોલી રહ્યા છે. એક રાફેલ ડીલ મુદ્દે અને બીજી મોદી દ્વારા 15 ઉદ્યોગપતિઓનાં અઢી લાખ કરોડ રૂપિયાની લોન માફી મુદ્દે. જેટલીએ કહ્યું કે, આ બંન્ને આરોપોમાં રાહુલ ગાંધીનો દરેક શબ્દ અસત્ય છે. 

જેટલીએ કહ્યું કે યુપીએ કાળમાં એનપીએ 8.96 લાખ કરોડ રૂપિયા હતો. 
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ એનપીએની વધતી સમસ્યાઓ મુદ્દે સતત મોદી સરકારને ઘેરવાનાં પ્રયાસો કરી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે, રાહુલ જે ઉદ્યોગપતિઓની લોન માફીની વાત કરી રહ્યા છે તે 2014 પહેલા જ થઇ ચુકી છે. જેટલીએ દાવો કર્યો કે યુપીએ સરકાર જ્યારે ગઇ ત્યારે એનપીએ 2.5 લાખ કરોડ રૂપિયા હતી. 

નાણામંત્રીએ કહ્યું કે, સત્ય એ છે કે એનપીએ કાર્પેટની અંદર છુપાયેલું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2015માં એક ક્વોલિટી એસેટ રિવ્યું કર્યો હતો. પારદર્શી રિવ્યુંમાં સામે આવ્યું કે એનપીએ 8.96 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ચુક્યું છે. જેટલીએ પોતાની પોસ્ટમાં આરોપ લગાવ્યો કે એનપીએનાં રિકવરી અથવા ઘટાડા માટે યુપીએ સરકાર દ્વારા કોઇ પ્રભાવશાળી પગલા ઉઠાવવામાં નહોતા આવ્યા. 

રાહુલ ગાંધી અને કોંગ્રેસ રાફેલ સોદા અને એનપીએ મુદ્દે માત્ર ભ્રમ ફેલાવવા માટે ખોટુ બોલી રહ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે, પબ્લિક ડિસ્કોર્સ એક ગંભીર એક્ટિવિટી છે અને આ કોઇ લાફ્ટર ચેલેન્જ નથી. જે પ્રકારે તેઓ સંસદની ગરીમા અને વડાપ્રધાનની ગરિમાને નુકસાન પહોંચાડી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news