Sunil Grover Got Unemployed? જાણો કપિલના શોની 'ગુથ્થી' કેમ જ્યૂસ વેચવા બની મજબૂર

કોમેડી કિંગ સુનીલ ગ્રોવર રસ્તા પર જ્યૂસ વેચતા નજરે પડ્યાં છે. ક્યારેક જ્યૂસ તો ક્યારેક છોલે કુલ્ચા વેચતા નજરે પડી રહ્યાં છે સુનીલ ગ્રોવર, લોકો સવાલ કરી રહ્યાં છે કે શું તે બેરોજગાર થયા. પણ હકીકતમાં તે આજે પણ હેડલાઈન્સમાં છે. 

Sunil Grover Got Unemployed? જાણો કપિલના શોની 'ગુથ્થી' કેમ જ્યૂસ વેચવા બની મજબૂર

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોમેડીની દુનિયાના કિંગ સુનીલ ગ્રોવર અવારનવાર સમાચારોમાં રહે છે. તે દર વખતે લોકોને હસાવવા માટે કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યા પછી હવે સુનીલે નવું કામ શરૂ કર્યું છે. તે હવે રોડ પર જ્યૂસ વેચતા જોવા મળી રહ્યાં છે. કેટલીક વાર તેઓ ધાબા પર દાળ બનાવતા જોવા મળે છે, તો ક્યારેક તેઓ રસ્તા પર કુલ્ચા વેચતા જોવા મળી રહ્યાં છે. પરંતુ આ વખતે તેઓ જ્યુસ વેચી રહ્યાં છે.

 

હકીકતમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સુનીલ ગ્રોવર રસ્તા પર જ્યૂસ વેચતા જોવા મળે છે. આ વીડિયોમાં સુનીલ પ્રોફેશનલી મશીનમાંથી જ્યૂસ કાઢતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો સુનિલે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કર્યો છે અને લખ્યું છે - " તમારી ડાર્લિંગને આ જ્યૂસ પીવડાવો’.વીડિયોમાં સુનિલે જ્યૂસનો ભાવ પણ કહ્યો,જે 20 રૂપિયા હતો.
 

સુનીલ હંમેશા લોકોના મનોરંજન માટે આવા વીડિયો શેર કરે છે. સુનીલ ઘણીવાર ટેલિવિઝન અને ફિલ્મોથી દૂર હોવા છતાં પણ હેડલાઈન્સમાં રહે છે. સુનીલના આ અંદાજને લોકો પણ ખુબ પસંદ કરે છે. આ પહેલા મશહૂર ગુલાટીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે છોલે કુલ્ચે બનાવી રહ્યા હતા. 
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news