Abhishek ની the big bullનું ટીઝર રિલીઝ થતાં સોશીયલ મીડિયા યૂઝર્સએ લીધી બરાબરની મજા


અભિષેક બચ્ચનની આવનારી ફિલ્મ બિગ બુલનું  આખરે  રિલીઝ થયું છે. વર્ષ 2020માં આ ફિલ્મ રિલીઝ થવાની હતી પણ કોરોના અને ત્યારબાદ લૉક ડાઉન લાગતા ફિલ્મની રિલીઝ અટકાવી દેવાઈ. હવે જ્યારે ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે ત્યારે સોશિયલ મીડિયામાં પહેલા ફિલ્મના પોસ્ટરની અને પછી હવે ટીઝરની મજા લેવાઈ રહી છે.

Abhishek ની the big bullનું ટીઝર રિલીઝ થતાં સોશીયલ મીડિયા યૂઝર્સએ લીધી બરાબરની મજા

ઝી બ્યૂરો, અમદાવાદઃ બુલ શેર માર્કેટમાં વપરાતો કોમન શબ્દ છે.  શેર માર્કેટમાં શેરની કિંમતો વધે તેને બુલ કહેવાય છે. 80 અને 90 ના દાયકામાં શેર બજારમાં બુલ માર્કેટમાં હર્ષદ મહેતાનું રાજ હતું. ગત વર્ષે Sony live પર રિલીઝ થયેલી વેબ સીરીઝ scam 1992એ સફળતાના નવા માપદંડ નક્કી કરી દીધા. વેબ સીરીઝમાં ગુજરાતી સ્ટાર પ્રતીક ગાંધીએ એવો અભિનય કર્યો કે દર્શકો માટે પ્રતીક જ હર્ષદ મહેતા બની ગયો.

ફિલ્મના પોસ્ટર અને તેની વાર્તાને જોતા લોકો એવું અનુમાન લગાવે છે કે અભિષેક બચ્ચનનું પાત્ર હર્ષદ મહેતા પર જ આધારિત છે. ફિલ્મનું ટીઝર જોઈને દર્શકોને પણ લાગ્યું કે આ હર્ષદ મહેતાની સ્ટોરી છે. સોશીયલ મીડિયા પર યૂઝર્સ બિગ બુલની અત્યારથી scam 1992  સાથે તુલના કરવા લાગ્યા છે. ફેસબુક, ટ્વીટર પર બીગ બુલના memes યુઝર્સ બનાવવા લાગ્યા છે. અહીં જોઈએ કેટલાક memes જે સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જ શેર કરી રહ્યા છે.

અભિષેક બચ્ચનની બિગ બુલ 8 એપ્રિલે Ott platform hotstar પર રિલીઝ થશે. અભિષેકની સાથે ફિલ્મમાં ઇલિયાના દિક્રૂઝ પણ જોવા મળશે.ઇલિયાનાનો રોલ ફિલ્મમાં સુચેતા દલાલના પાત્ર સાથે મળતો આવે છે તેવો દર્શકો અંદાજ લગાવી રહ્યા છે. આ ફિલ્મ અજય દેવગન એ નિર્માણ કરી છે. ડિરેક્ટર હંસલ મહેતાની વેબ સીરીઝ scam 1992  સુપર હિટ થઈ ચૂકી છે, હવે જોવું રહ્યું બિગ બુલને કેટલો ફાયદો થાય છે અને કેટલું નુકસાન. મહત્વની વાત છે કે અભિષેક બચ્ચનની બિગ બુલ scam 1992ની પહેલા રિલીઝ થવાની હતી પણ scam 1992 વેબ સીરીઝ રિલીઝ પણ થઈ અને દર્શકોને ખૂબ ગમી જેથી ડિરેક્ટર અને નિર્માતાઓએ ફિલ્મની વાર્તામાં ચોક્કસથી બદલાવ કર્યો હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news