'Thalaivi' નું ટ્રેલર રિલીઝ, સ્ટેજ પર રડવા લાગી અભિનેત્રી કંગના રનૌત, જુઓ Video

Thalaivi Trailer: ફિલ્મ થલાઇવી (Thalaivi) નું મોસ્ટ અવેડેટ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફેન્સ કંગના રનૌત  (Kangana Ranaut) ની આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા. ટ્રેલરે એકવાર ફરી સાહિત કર્યું કે, કંગનાની એક્ટિંગ દમદાર છે. 

'Thalaivi' નું ટ્રેલર રિલીઝ, સ્ટેજ પર રડવા લાગી અભિનેત્રી કંગના રનૌત, જુઓ Video

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ની આવનારી ફિલ્મ 'થલાઇવી (Thalaivi) નું ટ્રેલર તેના જન્મદિવસ (23 માર્ચ) પર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર લોન્ચની એક ઈવેન્ટનું આયોજન ચેન્નઈમાં કરવામાં આવ્યું, જ્યાં ફિલ્મની ટીમ હાજર રહી હતી. ઇવેન્ટમાં એક સમય એવો આવ્યો જ્યારે સ્ટેજ પર બોલતા બોલતા કંગના રડવા લાગી. કંગનાએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 

કંગનાએ પોતાનો વીડિયો શેર કરતા લખ્યુ, 'હું મને પોતાને બબ્બર શેરની કહુ છું કારણ કે હું ક્યારેય રડતી નથી અને કોઈને રડાવવાની તક આપતી નથી. મને યાદ નથી કે હું છેલ્લે ક્યારે રડી, પરંતુ આજે હું રડી ખુબ રડી અને મને ખુબ સારૂ લાગી રહ્યું છે. જુઓ કંગનાનો વીડિયો.'

— Kangana Ranaut (@KanganaTeam) March 23, 2021

હકીકતમાં આ વીડિયોમાં કંગના પોતાની ફિલ્મ 'થલાઇવી' ના ડાયરેક્ટર વિજયની પ્રશંસા કરી રહી હતી. કંગનાએ વિજય વિશે કહ્યુ કે, ફિલ્મ દરમિયાન વિજયે તેનો સહયોગ કર્યો અને તેને અનુભવ કરાવ્યો કે તેની અંદર એટલું ટેલેન્ટ છે કે તે મુશ્કેલ ભૂમિકા નિભાવી શકે છે.

જુઓ ફિલ્મનું ટ્રેલર

મહત્વનું છે કે કંગના રનૌતના લીડવાળી જયલલિતાની બાયોપિક થલાઇવીમાં કંગનાની સાથે અરવિંદ સ્વામી અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને હિન્દી સિવાય તમિલ, તેલુગૂ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે. થલાઇવી 23 એપ્રિલ 2021ના સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news