થિયેટરનો પડદો ગજાવશે શિવસેના સુપ્રીમો, ઠાકરેનું ટ્રેલર રિલીઝ
બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકીને ચમકાવતી મહારાષ્ટ્રના દમદાર નેતા બાળ ઠાકરે તરીકે ચમકાવતી 'ઠાકરે' ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે
Trending Photos
મુંબઈ : બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકીને ચમકાવતી મહારાષ્ટ્રના દમદાર નેતા બાળ ઠાકરે તરીકે ચમકાવતી 'ઠાકરે' ફિલ્મનું ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મમાં નવાઝ શિવસેનાના સુપ્રીમોનો રોલ નિભાવી રહ્યો છે. આ તેમના જીવનના સંઘર્ષની કથા છે જેમાં તેમણે પોલિટિકલ પાર્ટી શિવસેનાનું નિર્માણ કર્યું હતુ. ટ્રેલરમાં બાલ ઠાકરેના જીવનના શરૂઆતના દિવસોથી માંડીને મહારાષ્ટ્રના પોલિટિક્સમાં પગ જમાવવા સુધી અનેક બનાવોની ઝલક છે.
જુલાઈ મહિનામાં નવાઝુદ્દીનનો ઠાકરે લુક લોન્ચ કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ ચાહકોમાં આ ફિલ્મ પ્રત્યે ઉત્કંઠા હતી. નવાઝ આ પહેલા દશરથ માંઝીની બાયોપિક ફિલ્મ માંઝી-ધ માઉન્ટેન મેન અને હસન મંટોની બાયોપિક મંટોમાં દેથાઈ ચૂક્યો છે. આ તેની ત્રીજી બાયોપિક ફિલ્મ છે. બંને ફિલ્મમાં નવાઝની એક્ટિંગ વખણાઈ હતી. ત્રીજી ફિલ્મ પાસે પણ દર્શકોને સારી અપેક્ષા છે.
આ ફિલ્મની પટકથા શિવસેના રાજ્યસભાના સદસ્ય તથા પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે લખી છે. રાઉત આ ફિલ્મના સહ-નિર્માતા પણ છે. અન્ય નિર્માતા કાર્નિવલ મોશન પિક્ચર્સ છે. ‘ઠાકરે’ ફિલ્મનું દિગ્દર્શન અભિજીત પનસેએ કર્યું છે. ફિલ્મ આવતી 25 જાન્યુઆરીએ રિલીઝ કરાશે. આ ફિલ્મ મરાઠી અને હિન્દીમાં હશે. બાલ ઠાકરે 2012માં અવસાન પામ્યા હતા. તેઓ મહારાષ્ટ્રના રાજકારણમાં 50 વર્ષ સુધી છવાયેલા રહ્યા હતા. એમણે પોતાની કારકિર્દી કાર્ટૂનિસ્ટ તરીકે કરી હતી પણ પછી રાજકારણમાં છવાઈ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે