આ ફિલ્મ 'હાઉસફૂલ 4'ને આપી રહી છે માત, 5 દિવસમાં કરી 200 કરોડની કમાણી

દીવાળી પહેલાં બોલીવુડ પર અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ 'હાઉસફૂલ 4' (Housefull 4)'નો જલવો છવાયેલો છે. ફિલ્મે ગત 5 દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. પરંતુ એક ફિલ્મ એવી જેણે બોક્સ ઓફિસ કલેક્શનના મામલે અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ 'હાઉસફૂલ 4' (Housefull 4)' કરતાં બમણી સફળતા પ્રાપ્ત કરી છે. 

આ ફિલ્મ 'હાઉસફૂલ 4'ને આપી રહી છે માત, 5 દિવસમાં કરી 200 કરોડની કમાણી

નવી દિલ્હી: દીવાળી પહેલાં બોલીવુડ પર અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ 'હાઉસફૂલ 4' (Housefull 4)'નો જલવો છવાયેલો છે. ફિલ્મે ગત 5 દિવસમાં 100 કરોડ ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. પરંતુ એક ફિલ્મ એવી જેણે બોક્સ ઓફિસ કલેક્શનના મામલે અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ 'હાઉસફૂલ 4' (Housefull 4)' કરતાં બમણી સફળતા પ્રાપ્ત કરી છે. 

તમિળ સુપરસ્ટાર વિજયની તહેવારી સીઝનમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બિગિલ' ફક્ત પાંચ દિવસમાં જ વૈશ્વિક સ્તર પર 200 કરોડ રૂપિયાની કમાણીના આંકડાને પાર કરી ગઇ છે. ફિલ્મ વિશ્લેષક સુમિત કાડેલે ટ્વિટ કર્યું 'બિગિલ'એ પાંચ દિવસમાં પાંચ દિવસમાં વૈશ્વિક સ્તર પર 203 કરોડ રૂપિયાની કમાણી કરી છે. થલપતિ વિજયે અજેય જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. 

ટાઇમ્સ ઓફ ઇન્ડીયા ડોટ કોમના અનુસાર એટલી કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મે દુનિયાભરમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મ લગભગ 4200 સ્ક્રીન પર રિલીઝ થઇ છે. 

'બિગિલ' એક સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ છે. જેમાં વિજય પિતા અને પુત્રના રૂપમાં બેવડી ભૂમિકામાં છે. પિતાના રૂપમાં તે એક સ્થાનિક ડોનની ભૂમિકામાં જોવા મળે છે અને પુત્રના રૂપમાં તે એક મહિલા ફૂલબોલ ટીમના કોચ છે. અભિનેતાએ કોચના પાત્ર માટે ટ્રેનિંગ પણ લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news