સરદાર પટેલના અધૂરા સપના અને કાશ્મીર માટે પીએમ મોદીએ સંબોધનમાં શું કહ્યું, જાણો મુદ્દાસર વાત
Trending Photos
અમદાવાદ :કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પર આજે સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની 144મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. એકતા દિવસ (Ekta Divas) ના રૂપે ઉજવાતા આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ દેશવાસીઓને સંબોધન કર્યું હતું. જેમાં દેશને એક કરનાર સરદાર પટેલના કાશ્મીરના અધૂરા સપના વિશે વાત કરી હતી. દેશના જુદા જુદા 562 રજવાડાઓને એક કરનાર સરદાર પટેલના ભવ્ય સ્મારક સામે પીએમએ નતમસ્તક થઈને પુષ્પાંજલિ કરી હતી. જેના બાદ તેઓએ કાશ્મીર અને સરદાર પટેલ વિશે કેટલીક વાત કરી હતી, જેનો કેટલાક મુદ્દા જાણીએ...
એકતા દિવસ પર PM બોલ્યા, ‘આજે મેં સરદારના સ્ટેચ્યુ સામે હિસાબ આપ્યો કે, તમારુ અધૂરુ સપનુ પૂરુ કર્યું, જમ્મુ-કાશ્મીરની દિવાલ તોડી પાડી...’
He was the stalwart who unified India.
A leader of farmers, a great administrator and uncompromising when it came to safeguarding rights of the poor, India will always remember Sardar Patel’s unparalleled contribution.
Paid tributes to him at the ‘Statue of Unity.’ pic.twitter.com/t900IoQh4W
— Narendra Modi (@narendramodi) October 31, 2019
કાશ્મીર વિશે શું કહ્યું પીએમ મોદીએ...
- આપણી એકતાને ચેલેન્જ આપી રહ્યાં છે. આપણી એકતા વચ્ચે છેદ કરવાનો પ્રયાસ કેટલાક લોકોએ કર્યો છે. અલગતાવાદને ઉભારવાનો પ્રયાસ કરે છે. એક્તાને લલકારે છે. પણ તેઓ ભૂલી જાય છે કે સદીઓના પ્રયાસો બાદ પણ આપણી એકતાને કોઈ પરાસ્ત કરી શક્યુ નથી. જ્યારે આપણી વિવિધતા વચ્ચે એકતાના માર્ગે ચાલીએ છીએ તો આ તાકાતને ચકનાચૂર કરીએ છીએ. તેથી કરોડો ભારતીયોને એકજૂટ રહીને જ તેનો મુકાબલો કરવાનો છે. આ જ સરદારને સાચી શ્રદ્ધાંજલિ છે.
- આતંકી તાકાતને પરાસ્ત કરવાનો નિર્ણય કાશ્મીરમાં લેવાયો છે. સમગ્ર દેશમાં માત્ર જમ્મુકાશ્મીરમાં જ આર્ટિકલ 370 હતું. અહી ત્રણ દાયકાથી આતંકવાદે 40 હજારથી વધુ લોકોના જીવ લીધા. ક્યાં સુધી દેશ નિર્દોષોના મોતને જોતુ રહેશે. દાયકાઓ સુધી આ આર્ટિકલ 370એ અસ્થાયી દિવાલ બનાવી હતી. આપણા ભાઈ-બહેન આ દિવાલની એ બાજુ હતા, અને અસમંજસમાં રહેતા. જે દિવાલ કાશ્મીરમાં અલગાવવાદ અને આતંકવાદ વધારી રહ્યું હતું. આજે સરદાર પટેલના સ્ટેચ્યુ સામે હુ હિસાબ આપી રહ્યો હતો કે, તમારું અધુરુ સપનુ હતું, તે દિવાલ હવે તોડી પાડી છે.
- ક્યારેક સરદાર પટેલે કહ્યું હતું કે, કાશ્મીરનો મુદ્દો તેમની પાસે હોત તો તેને સોલ્વ થવામાં આટલી વાર ન લાગી હોત. તેઓ ચેતવણી આપી ગયા હતા કે, દેશનું એકીકરણ એકમાત્ર ઉપયા છે. તેમના જન્મદિવસ પર હું આર્ટિકલ 370ને
- હટાવવાનો નિર્ણય ભવ્ય પ્રતિમા સામે ઉભા રહીને સરદાર પટેલની આત્માને ભારતની સંસદમાં ભારે બહુમતથી એકતા સાથે 5 ઓગસ્ટના રોજ મહાન નિર્ણય કર્યો હતો, તે નિર્ણયને હું સરદાર સાહેબને સમર્પિત કરું છું.
- આજથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ નવા ભવિષ્ય સામે પગલા માંડી રહ્યું છે. એકતાના પૂજારી સરદારની જન્મજયંતી પર લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર પોતાના ઉજ્જવળ ભવિષ્ય સામે મજબૂત પગલા ભરી રહ્યાં છે. આઝાદી બાદ પહેલીવાર ત્યાં બીડીસીના ઈલેક્શન થયા. જેમાં 98 ટકા પંચ સરપંચોએ વોટ આપ્યો. આ ભાગીદારી એકતાનો મેસેજ છે. સરદારનું પુણ્ય સ્મરણ છે.
- હવે જમ્મુ-કાશ્મીરમાં રાજનીતિક સ્થિરતા આવશે. અંગત સ્વાર્થ માટે સરકાર બનાવવાનો ખેલ દૂર થશે. હવે વિકાસના યુગનો આરંભ થશે. નવો હાઈવે, સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ કાશ્મીરના લોકોને વિકાસ તરફ લઈ જશે.
- મેં વાયદો કર્યો હતો કે, કાશ્મીરના સરકારી કર્મચારીઓને અન્ય યુનિયન ટેરીટરીઝ મુજબ સુવિધાઓ મળશે, ત્યારે જમ્મુ-કાશ્મીરના કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ ફાયદા મળશે.
- જમ્મુ-કાશ્મીરમાં આ નવી સુવિધા જમીન પર લાઈન ખેંચવા માટે નથી, પરંતુ વિશ્વાસની મજબૂત કડી બનાવવા માટે કરાયેલો સાર્થક પ્રયાસ છે. આ જ વિશ્વાસની ઈચ્છા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે કરી હતી. દરેક હુમલાને પરાસ્ત કરીશું. જડબાતોડ જવાબ આપીશું. લોકતાંત્રિક તાકાત એટલી મોટી હોય છે, જનભાવના એટલી મજબૂત હોય છે કે તે ક્યારેય ટકી નહિ શકે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે