હેં આ શું... રડતા રડતા તૈમૂરે કઈ છોકરીનું નામ લીધું...?

બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમૂર અલી ખાન હાલ કેમેરાની સામે મસ્તીના મૂડમાં દેખાતો હોય છે. હાલમાં જ તે પોતાની દાદી શર્મિલા ટાગોરનો જન્મદિવસ ઉજવીને પરત ફર્યા બાદ ક્રિસમસ પાર્ટીમાં જોવા મળ્યો હતો. જ્યારે તે પાર્ટીમાંથી નીકળી રહ્યો હતો ત્યારે તે કેમેરાની નજરમાં રડતો ઝડપાયો હતો. તે બોલી રહ્યો હતો કે, તે હજી પણ આવી નથી રહી. ત્યારે નૈની તેને સમજાવી રહી હતી કે, તે આવી જ રહી છે. જેને સાંભળીને તે ચૂપ થઈ જાય છે. આ વીડિયોમાં તૈમૂરનો ક્યૂટ અંદાજ ફરીથી પોપ્યુલર બની રહ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે, તે ઈંગ્લિશમાં વાત કરી રહ્યો છે.
હેં આ શું... રડતા રડતા તૈમૂરે કઈ છોકરીનું નામ લીધું...?

અમદાવાદ :બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દીકરો તૈમૂર અલી ખાન હાલ કેમેરાની સામે મસ્તીના મૂડમાં દેખાતો હોય છે. હાલમાં જ તે પોતાની દાદી શર્મિલા ટાગોરનો જન્મદિવસ ઉજવીને પરત ફર્યા બાદ ક્રિસમસ પાર્ટીમાં જોવા મળ્યો હતો. જ્યારે તે પાર્ટીમાંથી નીકળી રહ્યો હતો ત્યારે તે કેમેરાની નજરમાં રડતો ઝડપાયો હતો. તે બોલી રહ્યો હતો કે, તે હજી પણ આવી નથી રહી. ત્યારે નૈની તેને સમજાવી રહી હતી કે, તે આવી જ રહી છે. જેને સાંભળીને તે ચૂપ થઈ જાય છે. આ વીડિયોમાં તૈમૂરનો ક્યૂટ અંદાજ ફરીથી પોપ્યુલર બની રહ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે, તે ઈંગ્લિશમાં વાત કરી રહ્યો છે.

‘શોલે’માં નાનકડો, પરંતુ દમદાર રોલ કરનાર એક્ટ્રેસ ગીતા કાકનું નિધન

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બરના રોજ તૈમૂરનો ત્રીજો બર્થડે છે. ગત વર્ષે તૈમૂરે પોતાના બર્થડે પર વેકેશન એન્જોય કર્યું હતું. ત્યાં આ વર્ષે મુંબઈમા જ સેલિબ્રેશન કરવાનું ખાન પરિવાર વિચારી રહ્યું છે. આ દિવસની તૈયારીઓ કેવી હશે તેનું પ્લાનિંગ પહેલેથી કરી લેવાયું છે. બોલિવુડ લાઈફ ડોટ કોમના સમાચાર અનુસાર, કરીનાએ આ સવાલના જવાબમાં કહ્યું હતું કે, તૈમૂરનો જન્મદિવસ દર વર્ષની જેમ ધામધૂમથી ઉજવવામાં આવશે. જ્યાં ન માત્ર પરિવારના લોકો હાજર હશે, પરંતુ તૈમૂરના ખાસ મિત્રોને પણ બોલાવવામાં આવશે. આ વખતે બર્થડે મુંબઈમાં જ સેલિબ્રેટ કરવામાં આવશે. 

બેંકનો આ નવો નિયમ જાણી લેવો જરૂરી, 24 કલાક અને 7 દિવસ મળશે મની ટ્રાન્સફરની સુવિધા

જોકે, તૈમૂરી પોતાની મમ્મી કરીના પાસેથી ખાસ ફરમાઈશ કરી છે. તૈમૂર આ વખતે બે વાર કેક કાપવાનો છે. જેમાં એક કેક પર હલ્ક બનેલો હશે, અને બીજા કેક પર સાન્ટા ક્લોઝ હશે. કેમ કે, તૈમૂરને બંને પાત્રો બહુ જ પસંદ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news