‘શોલે’માં નાનકડો, પરંતુ દમદાર રોલ કરનાર એક્ટ્રેસ ગીતા કાકનું નિધન

એક્ટ્રેસ ગીતા સિદ્ધાર્થ કાક (Geeta Siddharth )નું ગઈકાલે 14 ડિસેમ્બરના રોજ સાંજે મુંબઈમાં નિધન થયું છે. આ એક્ટ્રેસે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેઓ એમએસ સથ્યુની 1973ના વર્ષમાં આવેલી ક્લાસિક ફિલ્મ ગરમ હવામાં ઉત્કૃષ્ઠ અભિનય માટે પોપ્યુલર બન્યા હતા. બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મ શોલેમાં તેઓએ સંજીવ કુમારની મોટી વહુનો રોલ કર્યો હતો. જોકે, આ રોલ બહુ જ નાનો હતો. 
‘શોલે’માં નાનકડો, પરંતુ દમદાર રોલ કરનાર એક્ટ્રેસ ગીતા કાકનું નિધન

અમદાવાદ :એક્ટ્રેસ ગીતા સિદ્ધાર્થ કાક (Geeta Siddharth )નું ગઈકાલે 14 ડિસેમ્બરના રોજ સાંજે મુંબઈમાં નિધન થયું છે. આ એક્ટ્રેસે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેઓ એમએસ સથ્યુની 1973ના વર્ષમાં આવેલી ક્લાસિક ફિલ્મ ગરમ હવામાં ઉત્કૃષ્ઠ અભિનય માટે પોપ્યુલર બન્યા હતા. બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મ શોલેમાં તેઓએ સંજીવ કુમારની મોટી વહુનો રોલ કર્યો હતો. જોકે, આ રોલ બહુ જ નાનો હતો. 

World Test Championship: પાકિસ્તાનનું ખાતુ ખુલવાથી ટીમ ઈન્ડિયાને પડ્યો મોટો ફટકો 

ગીતા કાકે ગુલઝારની 1972માં આવેલી ફિલ્મ પરિચયથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જેમાં જિતેન્દ્ર અને જયા ભાદુરી જેવા કલાકારોએ કામ કર્યું હતું. ગીતા કાક 70 તથા 80ના દાયકામાં બોલિવુડની સ્ક્રીન પર એક પોપ્યુલર ફેસ તરીકે ઉભરી હતી. ગીતાએ શોલે, ત્રિશૂલ, ડિસ્કો ડાન્સર, રામ તેરી ગંગા મેલી, શૌકીન, અર્થ, એક ચાદર મેલી સી, ગમન અને દૂસરા આદમી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

તેમણે ટેલિવીઝન હોસ્ટ-નિર્માતા અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ કાક સાથે લગ્ન કર્યા હતા, જેઓ લોકપ્રિય ટીવી શો સુરભી માટે પોપ્યુલર છે. આ શો દૂરદર્શન 1990 થી 2001 સુધી પ્રસારિત થયો હતો. ગીતા આ શોની આર્ટ ડાયરેક્ટર હતા. ગીતા અને સિદ્ધાર્થ કાકને સંતાનમાં એક દીકરી છે. તેમની દીકરી અંતરા ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર છે. અભિનય ઉપરાંત ગીત અને સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news