તારક મેહતા કા ઉલ્ટા ચશ્માઃ હોળી પર થશે દયાબેનની વાપસી? વાયરલ થઈ દિશા વાકાણીની તસવીર

તારક મેહતા શો ખુબ લોકપ્રિય છે. તેના દરેક પાત્રોને લોકો ખુબ પસંદ કરે છે. પરંતુ આજે પણ લોકોની ઈચ્છા છે કે શોના દયાબેન એટલે કે દિશા વાકાણી વાપસી કરે. 

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માઃ હોળી પર થશે દયાબેનની વાપસી? વાયરલ થઈ દિશા વાકાણીની તસવીર

નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનો પસંદગીનો શો બનેલો છે. આ શોના દરેક પાત્રો રસપ્રદ છે. ખાસ વાત છે કે મેકર્સ સમય-સમય પર દરેક પાત્ર પર ફોકસ કરે છે. જેઠાલાલ, ભિડે, ડોક્ટર હાથી, ટપ્પૂ અને પત્રકાર પોપટલાલ જેવા ઘણા પાત્રો છે, જે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી ચુક્યા છે. પરંતુ આજે પણ શોના દર્શક દયાબેનના આવવાની રાહ જોઈ રહ્યાં છે. પ્રેગનેન્સી દરમિયાન દિશા વાકાણીએ આ શોને અલવિદા કહી દીધું હતું. સોશિયલ મીડિયા પર ફરી દયાબેનને લઈને ચર્ચા શરૂ થઈ છે. 

તારક મહેતા શોમાં થશે દિશા વાકાણીની વાપસી?
હકીકતમાં અભિનેત્રી દિશા વાકાણીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક એવી તસવીર શેર કરી છે, ત્યારબાદ લોકો અનુમાન લગાવી રહ્યાં છે કે તે જલદી શોમાં પરત જોવા મળશે. સામે આવેલી આ તસવીરમાં દયાબેન અને સુંદર હોળી રમી રહ્યાં છે. આ તસવીરને શેર કરતા દિશા વાકાણીએ કેપ્શનમાં લખ્યું છે- હોળી ાવી રહી છે. તસવીરને જોયા બાદ લોકો કન્ફ્યૂઝ થઈ રહ્યાં છે. દિશા વાકાણીના એક ફેને લખ્યું છે, હોળી બાદ આવી જજો પ્લીઝ. એક બીજા યૂઝરે લખ્યું- હોળીના દિવસે સુંદર આવશે.. જેઠાલાલની મજા લાવી. 

ટોપ 10 શોમાં તારક મેહતા.. એ કર્યું ટોપ
ઓવરમેક્સ તરફથી દર સપ્તાહે ટીવીના ટોપ 10 શોનું લિસ્ટ જાહેર કરવામાં આવે છે. આ લિસ્ટમાં દર વખતે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટોપ પર રહે છે. વર્ષ 2022ના આઠમાં સપ્તાહમાં પણ આ શોએ અનુપમા, નાગિન 3 અને કુંડલી ભાગ્ય જેવા ટીવી શોને પછાડી દીધા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news