ભારતના ત્રણ એવા બેટ્સમેન જેમને અત્યાર સુધીમાં દુનિયાનો કોઈ પણ બોલર વનડેમાં નથી કરી શક્યો OUT!

ભારતના ત્રણ એવા બેટ્સમેન જેમને અત્યાર સુધીમાં દુનિયાનો કોઈ પણ બોલર વનડેમાં નથી કરી શક્યો OUT!

નવી દિલ્લીઃ ક્રિકેટના ઈતિહાસમાં એક કરતા વધારે એવા બેટ્સમેન છે જેમણે રન અને સદી ફટકારી છે. પરંતુ શું તમે જાણો છો કે, કેટલાક એવા બેટ્સમેન છે જેમને વનડે ક્રિકેટમાં દુનિયાનો કોઈ બોલર આઉટ કરી શક્યો નથી. એવા ત્રણ ભારતીય બેટ્સમેન છે, જેમને વિશ્વનો કોઈ બોલર વનડે ક્રિકેટમાં આઉટ કરી શક્યો નથી.

સૌરભ તિવારીઃ
સૌરભ તિવારીએ જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પગ મૂક્યો ત્યારે તેમને ધોનીના ડુપ્લીકેટ કહેવામાં આવતા હતા. સૌરભ તિવારીના લાંબા લાંબા વાળ જોઈને લોકો તેમની તુલના ધોની સાથે કરતાં હતા. સૌરભ તિવારીએ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાનમાં પોતાની જગ્યા બનાવી હતી. સૌરભ તિવારીએ ઓસ્ટ્રિલિયાની વિરુદ્ધ વર્ષ 2010માં વનડે ડેબ્યુ કર્યું હતું. સૌરભ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે ફક્ત 3 વનડે મેચ રમી જેમાં તેઓ ફક્ત બેમાં જ બલ્લેબાજી કરી શક્યા. જે બંનેમાં તેમણે નોટઆઉટ રહ્યા.જે બાદ તેમણે ટીમની બહાર કાઢવામાં આવ્યા.

ફૈઝ ફઝલઃ
ફેઝ ફઝલે ઘરેલુ ક્રિકેટમાં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને આ જ કારણ હતું કે તેને ટીમ ઈન્ડિયામાં પણ તક આપવામાં આવી હતી. પરંતુ આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે માત્ર એક જ વનડે મેચ રમી હતી. વર્ષ 2016માં રમાયેલી આ વનડે મેચમાં ફૈઝ ફઝલે ઝિમ્બાબ્વે સામે અણનમ 55 રન બનાવ્યા હતા. આ શાનદાર અડધી સદી બાદ પણ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

ભરત રેડ્ડીઃ
ભરત રેડ્ડીનું નામ ભલે આજના યુવાનો જાણતા ન હોય, પરંતુ આ ખેલાડીને ભારત માટે માત્ર ત્રણ વન-ડે રમવાનું જ નક્કી હતું. ભરત રેડ્ડીએ 1978થી 1981 દરમિયાન ભારત માટે ત્રણ વનડે રમી હતી, જેમાં તેને બે વખત બેટિંગ કરવાની તક મળી હતી અને તે બંને વખત થીકથાક રહ્યો હતો. આ પછી ભરત રેડ્ડી પણ ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયા અને તેમની કારકિર્દીનો પણ દુઃખદ અંત આવ્યો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news