'Taarak Mehta Ka Ooltah Chashmah' માં રિપોર્ટર બનેલી અભિનેત્રીનો પતિ સાથે ઝઘડો!, મારપીટનો Video વાયરલ

આખરે શું વાત છે તે જાણવા તમારે વીડિયો જોવો પડશે. 

'Taarak Mehta Ka Ooltah Chashmah' માં રિપોર્ટર બનેલી અભિનેત્રીનો પતિ સાથે ઝઘડો!, મારપીટનો Video વાયરલ

નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) સીરિયલમાં રિટા રિપોર્ટરની ભૂમિકા ભજવી ચૂકેલી અભિનેત્રી પ્રિયા આહૂજા થોડા દિવસ પહેલા જ માતા બની છે. હાલ તે માતૃત્વને ખુબ એન્જોય કરી રહી છે. પરંતુ આ બધા વચ્ચે એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જે જોઈને કેટલાક લોકોના હોશ ઉડી ગયા છે. વીડિયો જોયા બાદ કદાચ તમને લાગે કે તેનું લગ્નજીવન ઠીક નથી ચાલતુ. આખરે શું વાત છે તે જાણવા તમારે વીડિયો જોવો પડશે. 

ખૂબ મારપીટ થઈ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ફેમ રિટા રિપોર્ટરની ભૂમિકા ભજવનારી પ્રિયા આહૂજાએ પતિ સાથે એક વીડિયો શેર કર્યો છે. બંને પોતાના ઘરની બાલ્કનીમાં ઊભા છે. વીડિયોમાં બંને વચ્ચે પહેલા શાબ્દિક ટપાટપી થાય છે અને ત્યારબાદ મારપીટ થવા લાગે છે. બંને એક બીજાને મારે છે. 

પ્રિયાએ બનાવ્યો છે વીડિયો
પ્રિયાએ આ વીડિયો શેર કરતા લખ્યું કે '#aurorarunaway ચેલેન્જને અલગ અંદાજમાં કરવાની કોશિશ કરી છે. તેણે બસ આ ઈન્સ્ટાગ્રામ રીલને વધુ મજેદાર બનાવવા માટે આમ કર્યું છે.' આ વીડિયો પર લોકોના ખુબ રિએક્શન આવી રહ્યા છે. પ્રિયા આહૂજાનો આ વીડિયો જોયા બાદ લોકો હસીને લોથપોથ થઈ રહ્યા છે. પ્રિયાના ફેન્સ વીડિયો પર કમેન્ટ કરતા લખે છે કે હવે બસ કોઈ કેસ ન કરી દે. જ્યારે એક ફેને લખ્યું કે આ અત્યાર સુધીનું બેસ્ટ રીલ છે. જ્યારે અન્ય એક ફેને લખ્યું કે શું તારક મહેતાના આગામી એપિસોડમાં આવું જોવા મળશે? અત્રે જણાવવાનું કે પરંતુ જે જોવા મળી રહ્યું છે તે સાચુ નથી. બંને વચ્ચે અત્યારે પણ ખુબ પ્રેમ છે. આ વીડિયો બસ એક ફન વીડિયો છે. 

આવી હતી પ્રિયાની ભૂમિકા
અત્રે જણાવવાનું કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રિટા રિપોર્ટરનું પાત્ર ભલે ઓછું જોવા મળતું હતું પરંતુ તે ખુબ લોકપ્રિય હતું. પ્રિયાએ શોમાં કલ તક ચેનલની રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી. જે ગોકુલધામ સોસાયટીમાં રહેતી હતી. લાંબા સમયથી પ્રિયા શોમાં જોવા મળી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પતિ અને બેબી સાથે તસવીરો શેર કરતી રહે છે. આ સાથે જ નવી મોમ્સને બેબી હેન્ડલિંગની ટિપ્સ પણ આપતી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news