TMKOC: 'તારક મહેતા...'શો સાથે સંકળાયેલા આ વ્યક્તિએ કરી હતી આત્મહત્યા, કારણ ખબર છે તમને? 

Taarak Mehta Ka Ooltah Chashmah Cast Suicide: ટીવી જગતમાં ખુબ જાણીતો કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક કલાકારે પાત્રમાં જીવ રેડી દીધો છે જેના કારણે લોકોના હ્રદય પર રાજ કરે છે. જો કે શોમાં છેલ્લા કેટલાક સમયથી કલાકારોની આવ-જાથી દર્શકો પરેશાન જોવા મળી રહ્યા છે. કારણ કે પોતાના મનગમતા કલાકારોની વિદાય દર્શકો સહન કરી શકતા નથી. તમે જાણીને ચોંકી જશો કે હંમેશા લોકોને હસાવવાનું કામ કરતા આ શો સાથે સંકળાયેલા એક વ્યક્તિએ વાસ્તવિક જીવનમાં આત્મહત્યા કરી લીધી હતી. 

TMKOC: 'તારક મહેતા...'શો સાથે સંકળાયેલા આ વ્યક્તિએ કરી હતી આત્મહત્યા, કારણ ખબર છે તમને? 

Taarak Mehta Ka Ooltah Chashmah Cast Suicide: ટીવી જગતમાં ખુબ જાણીતો કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક કલાકારે પાત્રમાં જીવ રેડી દીધો છે જેના કારણે લોકોના હ્રદય પર રાજ કરે છે. જો કે શોમાં છેલ્લા કેટલાક સમયથી કલાકારોની આવ-જાથી દર્શકો પરેશાન જોવા મળી રહ્યા છે. કારણ કે પોતાના મનગમતા કલાકારોની વિદાય દર્શકો સહન કરી શકતા નથી. હાલમાં જ તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાએ શોમાંથી વિદાય લીધી અને તેમની જગ્યાએ હવે સચિન શ્રોફ તારક મહેતાના પાત્રમાં જોવા મળી રહ્યા છે. આ શો જેટલું દર્શકોનું મનોરંજન કરે છે એટલું જ આ શો સાથે જોડાયેલી એવી કેટલીક ઘટનાઓ છે જે જાણીને તમે પણ હચમચી જશો. તમે જાણીને ચોંકી જશો કે હંમેશા લોકોને હસાવવાનું કામ કરતા આ શો સાથે સંકળાયેલા એક વ્યક્તિએ વાસ્તવિક જીવનમાં આત્મહત્યા કરી લીધી હતી. 

ખુબ જ ખરાબ પસાર થયું વર્ષ 2020
વર્ષ 2020માં એવી ઘણી અપ્રિય ઘટનાઓ ઘટી જેણે લોકોને અંદર સુધી હચમચાવી નાખ્યા. કોરોના વાયરસ ફેલાયા બાદ મનોરંજન જગત ઉપર પણ તેની ખુબ જ ખરાબ અસર પડી. કામ બંધ થવાથી અનેક કલાકારો બેરોજગાર બન્યા. આ સાથે કેટલાય કલાકારોને આપણે ગુમાવ્યા. ઈરફાન ખાન, ઋષિ કપૂર, સરોજ ખાન, સુશાંત સિંહ રાજપૂત એવા કેટલાક સેલેબ્સ હતા જેમનું એ વર્ષમાં નિધન થયું. આ દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેખક અભિષેક મકવાણાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. 

આ હતી સમસ્યા
પોલીસે કહ્યું હતું કે લેખકે પોતાની સ્યૂસાઈડ નોટમાં નાણાકીય પરેશાનીઓનો ઉલ્લેખ કર્યો છે. બીજી બાજુ અભિષેકના પરિવારે એવો આરોપ લગાવ્યો હતો કે મૃતક બ્લેકમેઈલ અને સાઈબર ફ્રોડનો ભોગ બન્યો હતો. સ્પષ્ટ  રીતે અભિષેકના મોત બાદ પરિવારને ફ્રોડ આચરનારાઓના ફોન પણ આવતા હતા. પરિજનો પાસે પૈસાની માંગણી કરાતી કારણ કે પરિવારને કરજ માટે ગેરંટર બનાવવામાં આવ્યો હતો. 

 

Abhishek Makwana

મોત બાદ માંગ્યા લોનના પૈસા
મુંબઈ મિરરના રિપોર્ટ મુજબ ચારકોપ પોલીસે 27 નવેમ્બર 2020ના રોજ અભિષેક મામલે આકસ્મિક મોતનો મામલો નોંધ્યો હતો. અભિષેકના ભાઈ જેનિસે બ્લોઈડને જણાવ્યું હતું કે તેને કેટલાક મેઈલ આવ્યા બાદ એક નાણાકીય ટ્રેપમાં ફસાયેલા હોવાનો અહેસાસ થયો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે અભિષેકના નિધનની સૂચના મળ્યા બાદ લોન આપનારા લોકોના ફોન આવવાના શરૂ થઈ ગયા જે અભદ્ર ભાષામાં વાત કરતા હતા. 

વારંવાર અપાતી હતી લોન
જેનિસે વધુમાં કહ્યું કે 'મને જે ઈમેઈલ રેકોર્ડથી સમજમાં આવ્યું છે તે એ હતું કે મારા ભાઈએ પહેલા 'સરળ લોન' એપમાંથી એક નાની લોન લીધી હતી જેના માટે ખુબ વધુ વ્યાજ ચૂકવવાનું હતું. મે તેના અને મારા ભાઈ વચ્ચેની લેવડદેવડ બારીકાઈથી જોઈ. મે જોયું કે મારા ભાઈના લોન માટે અરજી ન કરવા છતાં તેઓ રકમ મોકલતા રહેતા હતા. તેમનો વ્યાજ દર 30 ટકા જેટલો હતો.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news