Sushant Singh Rajput: સુશાંત સિંહ રાજપૂતની મોત અંગે મોટો ખુલાસો! કોણે માર્યા હતા અભિનેતાની આંખ પર મુક્કા?
Sushant Singh Rajput Death: ઉલ્લેખનીય છેકે, 14 જૂન 2020ના રોજ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલાં પોતાના ઘરમાં જ સુશાંત સિંહ રાજપૂતની ડેથ બોડી મળી આવી હતી. તેમનું પીએમ કરવામાં આવ્યું ત્યારે રૂપકુમાર પણ ત્યાં જ પીએમ રૂમમાં હાજર હતાં. તેમણે કહ્યુંકે, શવને જોતા જ ખબર પડી જાય એવું હતું કે, આ આત્મહત્યા નથી પણ હત્યા છે.
Trending Photos
Sushant Singh Rajput: સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે લાંબા સમય બાદ હવે કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. જેમાં વધુ એક ચોંકવનારો ખુલાસો થયો છે જેને કારણે ફરી એકવાર આ કેસ અંગે લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
સુશાંતના મોત બાદ જે હોસ્પિટલમાં એના શવને પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો તેના જ એક કર્મચારીએ સનસનીખેજ ખુલાસો કર્યો છે. કૂપર હોસ્પિટલના કર્મચારીએ ખુલાસો કર્યો છેકે, સુશાંતના શવને જ્યારે પીએમ કરવા માટે લાવાયો ત્યારે હું પણ પીએમ રૂમમાં હતો. તેના શરીર પર કેટલાંક મારપીટના નિશાન હતા. તેની આંખો પર કોઈએ મુક્કા માર્યા હતાં. તેની ગરદનના ભાગે પણ વાગેલું હતું. એટલું જ નહીં તેના શરીર પર મારના નિશાન હતા, તેના કેટલાંક હાડકાઓ પણ તૂટેલાં હતાં.
આ પણ ખાસ વાંચોઃ
વધુમાં કૂપર હોસ્પિટલના કર્મચારી રૂપકુમાર શાહે કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની મોત પાછળ કંઈક બીજી જ હકીકત છે. તેમણે કહ્યુંકે, સુશાંતની આંખો પર મારના નિશાન હતા, એવું જણાઈ રહ્યું હતુંકે, કોઈકે સુશાંતની આંખો પર પણ મુક્કા માર્યા હોય.
ઉલ્લેખનીય છેકે, 14 જૂન 2020ના રોજ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલાં પોતાના ઘરમાં જ સુશાંત સિંહ રાજપૂતની ડેથ બોડી મળી આવી હતી. તેમનું પીએમ કરવામાં આવ્યું ત્યારે રૂપકુમાર પણ ત્યાં જ પીએમ રૂમમાં હાજર હતાં. તેમણે કહ્યુંકે, શવને જોતા જ ખબર પડી જાય એવું હતું કે, આ આત્મહત્યા નથી પણ હત્યા છે.
રૂપકુમાર શાહે એમ પણ જણાવ્યુંકે, મને એ સમયની મહારાષ્ટ્ર સરકાર પર ભરોસો નહોંતો. જેને કારણે મેં ત્યારે આ વાત કોઈને કહી નહીં અને હું મૌન રહ્યો. તે સમયે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર હતી. ત્યારે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી સરકાર હતી. એ જ કારણે હું એ સમયે ચુપ રહ્યો હતો. સુશાંતના ગળામાં પણ હત્યા કરાઈ હોય તેવા નિશાન સ્પષ્ટ દેખાતા હતાં. ઉલ્લેખનીય છેકે, સુશાંતની મોત બાદ અનેક મોટા માથાઓ હજુ પણ શંકાના ઘેરામાં છે.
આ પણ ખાસ વાંચોઃ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે