VIDEO : ટોક શોમાં સની લિયોનીએ કર્યું હૈયાફાટ રૂદન જ્યારે અરબાઝે કહ્યું કે...

અરબાઝ ખાનના ટોક શો 'પિંચ'માં અનેક સેલિબ્રિટીઓએ દિલ ખોલીને પોતાની વાત કહી છે પણ સની લિયોની તો અત્યંત ભાવુક થઈ ગઈ હતી.  હાલમાં અરબાઝ ખાનના ટોક શો 'પિંચ'માં આવા જ એક મુદ્દે તે અત્યંત સંવેદનશીલ થઈ ગઈ હતી અને ચોધાર આંસુએ રોવા લાગી હતી. 

VIDEO : ટોક શોમાં સની લિયોનીએ કર્યું હૈયાફાટ રૂદન જ્યારે અરબાઝે કહ્યું કે...

નવી દિલ્હી :  બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની પોતાના મિત્રો અને સ્ટાફ પ્રત્યે બહુ સંવેદનશીલ છે. હાલમાં અરબાઝ ખાનના ટોક શો 'પિંચ'માં આવા જ એક મુદ્દે તે અત્યંત સંવેદનશીલ થઈ ગઈ હતી અને ચોધાર આંસુએ રોવા લાગી હતી. 'પિંચ'માં અરબાઝ ખાને થોડા દિવસ પહેલાં સની અને તેના પતિ ડેનિયર દ્વારા કરવામાં આવેલા એક પ્રયાસનો ઉલ્લેખ કર્યો હતો. આ સેલિબ્રિટી કપલ તેમના ટીમ મેમ્બર પ્રભાકલ યેડલનું જીવન બચાવવાના પ્રયાસ કરી રહ્યું હતું. અરબાઝે જ્યારે આ મુદ્દાનો ઉલ્લેખ ખર્યો કર્યો ત્યારે સની બહુ ભાવુક થઈ ગઈ હતી. 

હકીકતમાં સની અને ડેનિયલના અનેક પ્રયાસ અને આર્થિક મદદ પછી પણ પ્રભાકરની બંને કિડની ફેઇલ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ સમયે સોશિયલ મીડિયા પર સની પર પ્રભાકરની આર્થિક મદદ ન કરવાનો આરોપ મુકીને તેને ટ્રોલ કરવામાં કરવામાં આવી હતી. લોકોએ કમેન્ટ કરી હતી કે તે 1.38 કરોડ રૂપિયાની કાર ખરીદી શકે છે પણ પ્રભાકરના ઇલાજ માટે 20 લાખ રૂપિયા નથી આપી શકતી. 

સની આ તમામ આરોપ વાંચીને બહુ દુખી થઈ હતી. તેણે આ આરોપો વિશે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે પ્રભાકર જ્યારે બીમાર હતા ત્યારે મેં આ પોસ્ટ કરી હતી. મેં અને ડેનિયલે જ તેનો સમગ્ર મેડિકલ ખર્ચ ઉપાડ્યો હતો. અમે તેના મેડિકલ ખર્ચ સિવાય ઘર-પરિવારનો ખર્ચ તેમજ વકીલનું બિલ પણ ચુકવ્યું હતું.  સનીએ આ શોમાં અનેક મામલાઓ વિશે દિલ ખોલીને વાત કરી હતી અને અરબાઝે પણ અનેક વિવાદાસ્પદ સવાલો કર્યો હતા. સનીએ આ શોમાં સ્પષ્ટતા કરી હતી કે તે ટ્રોલર્સનો સામનો કરવા માટે સોશિયલ મીડિયામાં પેસ્ટ કંટ્રોલ એટલે કે બ્લોકનો ઉપયોગ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news