Pinch News

મહિનાથી વણઉકલેલો દુષ્કર્મનો કેસ 11 વર્ષના બાળકનાં કારણે ચપટીમાં ઉકલ્યો, જાણો ફિલ્મી
 દેશભરમાં ગેંગરેપની ઘટનાને લઇને વિરોધ્ધ થઇ રહયા છે, ત્યારે અમદાવાદમાં એક માસ અગાઉ થયેલ શ્રમિક મહિલા સાથે ગેંગરેપ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીને પકડવા માટેથી 11 વર્ષના બાળકે ક્રાઇમ બ્રાન્ચને મોટી મદદ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આરોપી પપ્પુ હટીલા મૂળ દાહોદનો રહેવાસી છે. અમદાવાદમાં છૂટક મજૂરી કરે છે. ગત 16 સપ્ટેમ્બરના રોજ આરોપી પોતાના સહ આરોપી સાથે અખબારનગરથી એક મહિલાને કડીયા કામ આપવાનું કહી ઝૂંડાલ સર્કલ પાસે ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાર બાદ મહિલા સાથે બંને આરોપીઓ દુષ્કર્મ કર્યુ હતું. જો કે કેસ જે પ્રકારે ઉકેલાયો તે ખુબ જ રોમાંચક છે. ગેંગરેપનો ભેદ ભોગબનનારનો એક મોબાઈલ ક્રાઇમ બ્રાન્ચને આરોપી સુધી સુધી લઇ ગઈ હતી. જોકે, આ બાળકનું કામ ખૂબ પ્રસંશનીય છે. જેના કારણે આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે.  અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક માસ અગાઉ થયેલ ગેંગરેપમાં ક્રાઈમ બ્રાન્ચે  એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
Oct 5,2020, 21:35 PM IST

Trending news