દારૂની દુકાનો અંગેનો આ અભિનેતાનો મેસેજ થયો વાયરલ, VIDEO શેર કરી આપી શિખામણ 

કોરોના વાયરસ હાલ તો દેશમાં પ્રકોપ વરસાવી રહ્યો છે જેને જોતા ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. લોકો ઘરોમાં કેદ છે અને પોતાના ઘરમાં બેસીને જાણે બોર થઈ રહ્યાં છે. ફળ, શાકભાજી, રાશનનો સામાન, દૂધ દવાઓ સિવાયની દુકાનો બંધ છે. નવરા બેઠા લોકોને સમજાતું નથી કે સમય પસાર કરવો કેવી રીતે. બોલિવૂડ હસ્તીઓ સોશિયલ મીડિયા પર પોતાના રૂટિન શેર કરતા રહે છે. સુનીલ ગ્રોવરે પણ કોરોના વાયરસ અને લોકડાઉનને લઈને મીમ્સ શેર કર્યા છે. હાલમાં જ તેણે લોકોને જણાવ્યું કે જો તેમણે આ  લોકડાઉનનું પાલન બરાબર કર્યું તો દારૂના અડ્ડાઓ જલદી ખુલી જશે. 
દારૂની દુકાનો અંગેનો આ અભિનેતાનો મેસેજ થયો વાયરલ, VIDEO શેર કરી આપી શિખામણ 

નવી દિલ્હી: કોરોના વાયરસ હાલ તો દેશમાં પ્રકોપ વરસાવી રહ્યો છે જેને જોતા ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે. લોકો ઘરોમાં કેદ છે અને પોતાના ઘરમાં બેસીને જાણે બોર થઈ રહ્યાં છે. ફળ, શાકભાજી, રાશનનો સામાન, દૂધ દવાઓ સિવાયની દુકાનો બંધ છે. નવરા બેઠા લોકોને સમજાતું નથી કે સમય પસાર કરવો કેવી રીતે. બોલિવૂડ હસ્તીઓ સોશિયલ મીડિયા પર પોતાના રૂટિન શેર કરતા રહે છે. સુનીલ ગ્રોવરે પણ કોરોના વાયરસ અને લોકડાઉનને લઈને મીમ્સ શેર કર્યા છે. હાલમાં જ તેણે લોકોને જણાવ્યું કે જો તેમણે આ  લોકડાઉનનું પાલન બરાબર કર્યું તો દારૂના અડ્ડાઓ જલદી ખુલી જશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Choice is yours ! Theka alert!

A post shared by Sunil Grover (@whosunilgrover) on

વાત જાણે એમ છે કે સુનીલ ગ્રોવરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક વીડિયો શેર કર્યો છે. જે વીડિયોમાં તે જણાવે છે કે ઘરમાં રહેવું કેમ જરૂરી છે. સુનીલ ગ્રોવરનો આ ફની વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શન આપી છે કે 'મર્જી આપકી! ઠેકા અલર્ટ' સુનીલ ગ્રોવરના જણાવ્યાં મુજબ જો લોકો ઈચ્છતા હોય કે દારૂની દુકાનો જલદી ખુલે તો તેમણે ઘરમાં જ રહેવું જોઈએ. તેમનું માનીએ તો લોકો જો હાલ ઘરની બહાર નીકળશે તો મુશ્કેલીઓ વધી જશે અને દારૂની દુકાનો પણ જલદી ખુલશે નહીં. હવે સુનીલ ગ્રોવરની ઘર પર રહેવાની અપીલ કરવાનો આ અંદાજ માત્ર અનોખો જ નહીં પરંતુ ખુબ ફની પણ છે. 

થોડા દિવસ પહેલા સુનીલ ગ્રોવર કપિલ શર્માની પોસ્ટને લઈને ચર્ચામાં હતો. તેણે ટ્વીટર હેન્ડલથી એક વીડિયો રિટ્વીટ કર્યો જે ધ કપિલ શર્મા શોનો હતો. આ વીડિયોમાં સુનીલ, ડોક્ટર મશહૂર ગુલાટીની ભૂમિકામાં હતો. વીડિયોમાં તેની સાથે કાજોલ, શાહરૂખ ખાન, વરુણ ધવન, વરુણ શર્મા પણ હતાં. આ દિલવાલે ફિલ્મની ટીમ પ્રમોશન માટે આવી હતી ત્યારનો વીડિયો હતો. તેને શેર કરતા સુનીલે લખ્યું કે જ્યારે પણ હું તેને જોઉ છું તો ક્યાંક ને ક્યાંક ભાવુક થઈ જઉ છું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news