2 વર્ષ સુધી બોલીવુડમાં ડેબ્યૂ નહી કરે બાહુબલી?, ‘સાહો’ પછી કરશે આ ડાયરેક્ટરની ફિલ્મ

‘બાહુબલી-2’ બાદ એવું સાંભળવામાં આવ્યું છે કે પ્રભાષને ઘણા બોલીવુડ ડાયરેક્ટરોએ અપ્રોચ કર્યો છે અને તે ટુંક સમયમાં હિન્દી ફિલ્મોમાં પગ મુકી શકે છે.

2 વર્ષ સુધી બોલીવુડમાં ડેબ્યૂ નહી કરે બાહુબલી?, ‘સાહો’ પછી કરશે આ ડાયરેક્ટરની ફિલ્મ

મુંબઇ: ‘બાહુબલી’ સીરીઝ બાદ સાઉથ સુપરસ્ટાર પ્રભાષની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. જો એવું કહેવામાં આવે કે ભારતીય સિનેમાની નવી જનરેશનનો એકલો એવો સ્ટાર છે, જેના ચાહકો દેશના ખુણે-ખુણામાં રહે છે તો ખોટી વાત નહી હોય. પ્રભાષની આ જ લોકપ્રિયતાની અસર હિન્દી ભાષી દર્શકો તેમની બોલીવુડ ડેબ્યૂની રાહ જોઇ રહ્યા છે.

‘બાહુબલી-2’ બાદ એવું સાંભળવામાં આવ્યું છે કે પ્રભાષને ઘણા બોલીવુડ ડાયરેક્ટરોએ અપ્રોચ કર્યો છે અને તે ટુંક સમયમાં હિન્દી ફિલ્મોમાં પગ મુકી શકે છે. જોકે, આ બધા સમાચાર અફવા છે અને પ્રભાષે ‘સાહો’ નામની એક સાઉથ ફિલ્મ સાઇન કરી છે. આ ઉપરાંત આવતા વર્ષે હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

જો તાજા સમાચારને જોઇએ તો ‘સાહો’ બાદ પ્રભાષ બોલીવુડમાં ડેબ્યૂ કરવાનો નથી. તેણે ડાયરેક્ટર કે.કે રાધા કૃષ્ણની નવી ફિલ્મ સાઇન કરી લીધી છે. આ ફિલ્મમાં યૂવી ક્રિએશન અને ગોપી કૃષ્ણ મૂવીઝ પ્રોડ્યૂસ કરશે. ફિલ્મમાં પ્રભાષની સાથે પૂજા હેગડે કામ કરતી જોવા મળશે. ફિલ્મના નામની જાહેરાત હજુ કરવામાં આવી નથી. ‘સાહો’ની જેમ પ્રભાષની આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી ભાષાઓમાં રીલીઝ કરવામાં આવશે. થાડા જ દિવસોમાં ફિલ્મના પ્રથમ શેડ્યુઅલ શરૂ કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે પ્રભાષની આવનારી ફિલ્મ ‘સાહો’માં બોલીવુડ શ્રદ્ધા કપૂર જોવા મળશે. આ ફિલ્મમાં 150 કરોડો રૂપિયાના મોટા બજેટમાં તૈયરા કરવામાં આવી રહી છે. ‘સાહો’ની માટા ભાગનું શૂટિંગ પૂરૂ થઇ ગયું છે અને ટુંક સમયમાં તેનું પેક-અપ કરવામાં આવશે. ફિલ્મ એક સ્પાઇ ડ્રામા ઉપર છે, જેમાં દર્શકોને હચમચાવી દે તેવા એક્શન સીન્સ જોવા મળશે. શ્રદ્ધા અને પ્રભાષની સાથે-સાથે ‘સોહા’માં નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ અને મહેશ માંજરેકર પણ જોવા મળશે. પ્રભાષ ‘સાહો’ બાદ એક વાર ફરી માટા બજેટની ફિલ્મ કરવા જઇ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news