ન નિકાહ થશે.. ન સાત ફેરા લેશે, તો કઈ રીતે લગ્ન કરશે સોનાક્ષી અને ઇકબાલ? જાણો વેડિંગ પ્લાન

Sonakshi Sinha Wedding Plan: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ જલ્દી લગ્ન કરવાના છે. બંને સ્ટાર્સ અલગ-અલગ ધર્મના છે અને તેવામાં ફેન્સ જાણવા ઈચ્છે છે કે બંને કયાં રીતિ-રિવાજથી લગ્ન કરશે. 

ન નિકાહ થશે.. ન સાત ફેરા લેશે, તો કઈ રીતે લગ્ન કરશે સોનાક્ષી અને ઇકબાલ? જાણો વેડિંગ પ્લાન

Sonakshi Sinha Wedding Plan: બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને એક્ટર ઝહીર ઇકબાલના લગ્નના સમાચાર ચર્ચામાં છે. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકલાબ અલગ-અલગ ધર્મમાં માને છે. તેવામાં ફેન્સ તે જાણવા ઈચ્છે છે કે કપલ કયાં રીતિ-રિવાજથી લગ્નના બંધનમાં બંધાશે. 

સોનાક્ષી સિન્હા દિગ્ગજ એક્ટર અને રાજનેતા શત્રુઘ્ન સિન્હાની પુત્રી છે. તે હિન્દુ પરિવારમાંથી આવે છે. તો ઝહીર ઇકબાલ મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેવામાં લોકો અસમંજસમાં છે કે સોનાક્ષી અને ઝહીર નિકાહ કરશે કે પછી સાત ફેરા લઈ લગ્નના બંધનમાં બંધાશે. તો આવો અમે તમને જણાવીએ આ કપલ કઈ પરંપરાથી લગ્ન કરશે. 

ન નિકાહ થશે, ન સાત ફેરા લેશે
તમને જણાવી દઈએ કે રૂમર્ડ કપલ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ ન તો ઇસ્લામિક પરંપરાઓ પ્રમાણે નિકાહ કરશે ન હિન્દુ રીતિ-રિવાજોથી સાત ફેરા લેશે. પરંતુ કપલ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરશે. નોંધનીય છે કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં સાત ફેરા અને નિકાહની જરૂર પડતી નથી. તેમાં બસ મેજિસ્ટ્રેટની સામે સહી કરવાની જરૂર હોય છે. 

લાંબા સમયથી રિલેશનશિપમાં છે કપલ
સોનાક્ષી સિન્હા અને ઝરીહ ઇકબાલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેએ વર્ષ 2022માં ફિલ્મ 'ડબલ XL'માં એક સાથે કામ કર્યું હતું. પડદા પર ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દેખાયા બાદ હવે રિયલ લાઇફમાં પણ બંને ડેટ કરી રહ્યાં છે. 

આ દિવસે લગ્ન કરશે સોનાક્ષી-ઝહીર
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલે ક્યારેય પોતાના રિલેશનશિપને ઓફિશિયલ કર્યું નથી. પરંતુ બંને અનેકવાર સાથે જોવા મળી ચૂક્યા છે. તો બંને સોશિયલ મીડિયા પર પણ તસવીરો પોસ્ટ કરતા રહે છે.  હવે સમાચાર છે કે બંને 23 જૂને રજીસ્ટર્ડ મેરેજ કરી એક થવાના છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news