FIRST LOOK: 'સૂર્યવંશી'ની સાથે દેખાયા 'સિમ્બા' અને 'સિંઘમ', મળીને કરશે દુશ્મનોને ચિત

ફિલ્મની મુખ્ય અભિનેત્રી કેટરીના કેફ (Katrina Kaif)એ થોડા સમય પહેલા ફિલ્મના શૂટિંગ સેટની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં બોલીવુડના ત્રણ સ્ટાર કોપ અવતારમાં જોવા મળી રહ્યાં છે.

FIRST LOOK: 'સૂર્યવંશી'ની સાથે દેખાયા 'સિમ્બા' અને 'સિંઘમ', મળીને કરશે દુશ્મનોને ચિત

નવી દિલ્હીઃ અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કેફ (Katrina Kaif) સ્ટારર ફિલ્મ ''સૂર્યવંશી'' (Sooryavanshi)'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના ક્લાઇમેક્સથી એક શાનદાર સીન સામે આવ્યો છે. જ્યાં કાલે ફિલ્મમાં અક્ષય કુમારની ભૂમિકાનું નામ સામે આવ્યું હતું તો હવે આ ફિલ્મમાં 'સિંબા' (Simmba)' અને સિંઘમ (Singham)'ની એન્ટ્રી થઈ ચુકી છે. 

ફિલ્મની મુખ્ય અભિનેત્રી કેટરીના કેફ (Katrina Kaif)એ થોડા સમય પહેલા ફિલ્મના શૂટિંગ સેટની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં બોલીવુડના ત્રણ સ્ટાર કોપ અવતારમાં જોવા મળી રહ્યાં છે. કેટરીના કેફની આ પોસ્ટે કોપ ડ્રામાની રાહ જોઈ રહેલાના મસાલેદાર ખબર આપી છે. જુઓ આ પોસ્ટ... 

A post shared by Katrina Kaif (@katrinakaif) on

આ તસવીરની વાત કરીએ તો તેમાં અક્ષય કુમારની સાથે 'સિંઘમ' અજય દેવગન અને 'સિમ્બા' રણવીર સિંહ (Ranveer Singh) પણ જોવા મળી રહ્યાં છે. આ ત્રણેય સ્ટાર્સ પોલીસના ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહ્યાં છે. 

મહત્વનું છે કે ગઈકાલે કેટરીનાએ ફિલ્મથી વધુ એક ફોટો શેર કર્યો હતો. તે ફોટોમાં ખ્યાલ આવી ગયો હશે કે ફિલ્મમાં અક્ષયની ભૂમિકાનું નામ 'વીર સૂર્યવંશી' હશે. અક્ષય અને કેટરીનાની સાથે આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર અને સિકંદર ખેર પણ જોવા મળશે. ફિલ્મના નિર્માતા કરણ જોહર અને રોહિત શેટ્ટી છે, આ ફિલ્મ 27 માર્ચ, 2020મા રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news