Singer Shreya Ghoshal મમ્મી બનશેઃ બેબી બમ્પ સાથે ફોટો શેર કર્યો, બાળકનું નામ પણ જણાવ્યું

શ્રેયા ઘોષાલ મમ્મી બનવાની છે તે સમાચારથી ફેન્સ ખુશખુશાલ છે. અને બોલીવુડના સિતારાઓ તેના ફોટો પર કોમેન્ટ કરીને તેને શુભેચ્છા આપી રહ્યા છે. અનેક ચાહકોએ શ્રેયા અને તેના પતિને અઢળક શુભકામનાઓ પાઠવી છે. શ્રેયાએ 2015માં શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા. બંને એકબીજાને બાળપણથી પ્રેમ કરતા હતા.

Singer Shreya Ghoshal મમ્મી બનશેઃ બેબી બમ્પ સાથે ફોટો શેર કર્યો, બાળકનું નામ પણ જણાવ્યું

 

મુંબઈ: બોલીવુડની જાણીતી સિંગર શ્રેયા ઘોષાલ અને તેના પતિ શિલાદિત્ય મુખોપાધ્યાય ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ ખુશખબર શ્રેયાએ સોશિયલ મીડિયા પર આપી છે. તેણે ટ્વીટ કરીને જણાવ્યું કે બેબી શ્રેયાદિત્ય આવી રહ્યો છે. પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા ફોટોને શ્રેયાએ શેર કરતાં લખ્યું - બેબી શ્રેયાદિત્ય આવી રહ્યો છે. શિલાદિત્ય અને હું આ સમાચારને તમારી સાથે શેર કરીને રોમાંચિત છું. પોતાના જિંદગીના નવા અધ્યાયની શરૂઆતની સાથે સાથે તમારા બધા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.

No description available.

શ્રેયા ઘોષાલ મમ્મી બનવાની છે તે સમાચારથી ફેન્સ ખુશખુશાલ છે. અને બોલીવુડના સિતારાઓ તેના ફોટો પર કોમેન્ટ કરીને તેને શુભેચ્છા આપી રહ્યા છે. અનેક ચાહકોએ શ્રેયા અને તેના પતિને અઢળક શુભકામનાઓ પાઠવી છે. શ્રેયાએ 2015માં શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા. બંને એકબીજાને બાળપણથી પ્રેમ કરતા હતા.

શ્રેયાએ લોકડાઉનમાં બનાવ્યું મ્યુઝિક:
શ્રેયા ઘોષાલે કોરોનાકાળમાં પણ પોતાને સતત વ્યસ્ત રાખી હતી. તેણે 2020માં કોરોનાના કારણે થયેલા લોકડાઉનમાં પોતાના ભાઈ સૌમ્યદીપની સાથે મળીને મ્યૂઝિક બનાવ્યું હતું. શ્રેયાએ જણાવ્યું કે 2020માં લોકડાઉનના કારણે તેને પરિવારની સાથે વધારે સમય પસાર કરવા અને રિયાઝ માટે સમય મળ્યો. તેણે સાદગીની સાથે જિંદગીને કેવી રીતે જીવી શકાય તે શીખ્યું. સાથે  જ તેને એ વાતનો અહેસાસ થયો કે તે એકદમ સાધારણ વસ્તુ જેવી કે બાગ-બગીચાની સાચવણી કરવી, સફાઈ અને ખાવા બનાવવાનું એન્જોય કરે છે.

નીતિ મોહન પણ બાળકનું સ્વાગત કરશે:
બીજી એક સિંગર નીતિ મોહન પણ પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. તેણે નિહાર પંડ્યા સાથે 2019માં લગ્ન કર્યા છે.

સિંગર હર્ષદીર કૌર પુત્રની માતા બની:
હાલમાં જ સિંગર હર્ષદીપ કૌર અને તેના પતિ મનકીત સિંહે પુત્રનું સ્વાગત કર્યુ. હર્ષદીપે થોડાક સમય પહેલાં પોતાના પતિની સાથે પ્રેગનન્સી ફોટોશૂટની તસવીરો શેર કરીને જણાવ્યું હતું કે તેમનો પુત્ર દુનિયામાં આવી રહ્યો છે. 3 માર્ચે હર્ષદીપ કૌરના ઘરે પુત્રરત્નનો જન્મ થયો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news