કિયારાના મંગળસૂત્ર માટે સિદ્ધાર્થે ખર્ચ કર્યા કરોડો રુપિયા, આ ડિઝાઈનરે કર્યું છે તૈયાર

Siddharth Malhotra Kiara Advani: લગ્ન બાદ જે તસવીરો સામે આવી તેમાં જોવા મળતા કિયારાના કસ્ટમાઈઝ કલીરાથી લઈને તેની હીરાની વીંટી સુધી બધું જ ખાસ અને કિંમતી છે. પરંતુ હવે ચર્ચા થઈ રહી છે કિયારાના મંગળસૂત્રની. 

કિયારાના મંગળસૂત્ર માટે સિદ્ધાર્થે ખર્ચ કર્યા કરોડો રુપિયા, આ ડિઝાઈનરે કર્યું છે તૈયાર

Siddharth Malhotra Kiara Advani: બોલિવૂડની વધુ એક જોડી લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. 7 ફેબ્રુઆરીએ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણીએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા. લગ્ન બાદ બંનેની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં આકર્ષણનું કેન્દ્ર કિયારા અડવાણી છે. કિયારા બ્રાઇડલ આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી રહી હતી. સિદ્ધાર્થની રોયલ સ્ટાઈલ પણ આકર્ષક હતી. લગ્ન બાદ જે તસવીરો સામે આવી તેમાં જોવા મળતા કિયારાના કસ્ટમાઈઝ કલીરાથી લઈને તેની હીરાની વીંટી સુધી બધું જ ખાસ અને કિંમતી છે. પરંતુ હવે ચર્ચા થઈ રહી છે કિયારાના મંગળસૂત્રની. 

આ પણ વાંચો: 

કિયારાનું મંગળસૂત્ર પણ ખૂબ જ સુંદર અને મોંઘું છે. આ મંગલસૂત્ર માટે સિદ્ધાર્થે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. કિયારાનો બ્રાઈડલ લૂક મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યો હતો પરંતુ તેનું મંગળસૂત્ર કોઈ બીજાએ ડિઝાઈન કર્યું હતું. જી હાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણી માટે પ્રખ્યાત ડિઝાઈનર સબ્યસાચી મુખર્જી પાસે મંગળસૂત્ર ડિઝાઈન કરાવ્યું હતું. કિયારાના સોનાના મંગળસૂત્રની વચ્ચે એક મોટો હીરો છે જે કાળા મોતીથી બંધાયેલો છે.

કિયારાનું મંગલસૂત્ર છે 2 કરોડનું
એક રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રાને આ મંગળસૂત્ર માટે 2 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. કિયારા અડવાણીના બ્રાઇડલ લૂકની બધી જ જ્વેલરી મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી છે. ખાસ વાત એ છે કે મનીષે હજુ સુધી તેનું આ બ્રાઈડલ જ્વેલરી કલેક્શન લોન્ચ કર્યું ન હતું. તેની ખાસ ઝલક સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં જોવા મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news