શિલ્પા શેટ્ટી હજી ભુલી નથી શકી જુના પ્રેમી અક્ષયકુમારને ! આ ઘટના છે પુરાવો
આ બંને સ્ટાર્સ બ્રેકઅપ પછી આગળ વધી ગયા છે
Trending Photos
નવી દિલ્હી : શિલ્પા શેટ્ટી અને અક્ષયકુમાર વચ્ચે એક તબક્કે ગાઢ પ્રેમપ્રકરણ હતું. જોકે પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું અને બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા હતા. જોકે લાગે છે કે શિલ્પા હજી પણ અક્કીને ભુલી નથી શકી અને હાલમાં એ વાતનો પુરાવો મળ્યો છે. હકીકતમાં ટીવીના ડાન્સ શો સુપર ડાન્સ ચેપ્ટર 3માં લુકાછુપીના કલાકારો કાર્તિક આર્યન અને કૃતિ સેનન પહોચ્યા હતા. આ શોમાં કાર્તિકને જોઈને શિલ્પાએ એવી કમેન્ટ કરી હતી કે હું ઘણા વખતથી તને નોટિસ કરું છું અને તને જોઈને મને યુવાન અક્ષયકુમાર યાદ આવી જાય છે.
શિલ્પાની આ વાત સાંભળીને કાર્તિક આર્યન પહેલાં શરમાઈ ગયો હતો અને પછી કહ્યું હતું કે મારા માટે આ મોટું કોમ્પલિમેન્ટ છે. આ પછી શિલ્પા અને કાર્તિક આર્યને જોશપુર્વક અક્કીના સોંગ યે ખબર છપવા દો અખબાર મેં...પર ડાન્સ પણ કર્યો હતો.
કાર્તિક આર્યનની લુકાછુપી 1 માર્ચે રિલીઝ થઈ છે અને તેને ચાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મે બે દિવસમાં 18 કરોડ રૂપિયાની કમાણી કરી છે. લિવ ઇન રિલેશનશીપના મુદ્દે બનેલી આ ફિલ્મ કોમેડી ડ્રામા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે