PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ આખરે પૂરો થયો, અમદાવાદમાં દોડતી કરી મેટ્રો

પાટીદારોના ગઢમાં સંબોધન બાદ પીએમ મોદી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી અપાવવા માટે વસ્ત્રાલના મેટ્રો રેલ સ્ટેશન પર પહોંચ્યા હતા. ત્યારે પીએમ મોદી વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટરના મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.  
 

PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ આખરે પૂરો થયો, અમદાવાદમાં દોડતી કરી મેટ્રો

અમદાવાદ: પાટીદારોના ગઢમાં સંબોધન બાદ પીએમ મોદી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી અપાવવા માટે વસ્ત્રાલના મેટ્રો રેલ સ્ટેશન પર પહોંચ્યા હતા. ત્યારે પીએમ મોદી વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટરના મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.  

વડાપ્રધાન મોદીએ વસ્ત્રાલ પાસે આવેલા મેટ્રો સ્ટેશન પર પહોંચીને મેટ્રોના સ્ટેશન અને રૂટ અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. અધિકારીઓ દ્વારા વડાપ્રધાને મેટ્રો રેલ અને તેના રૂટ અંગે માહિતી પણ આપાવમાં આવી હતી. વડાપ્રધાન મોદીએ મેટ્રોનું ઉદઘાટન કર્યા બાદ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે પહોચ્યા હતા. શાળાના બાળકો તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે વડાપ્રધાને મુસાફરી કરી હતી.

મેટ્રો વિશે વાત કરીએ તો...

  • ફેઝ-1માં કુલ 39.25 કિલોમીટરના રૂટમાં મેટ્રો દોડશે.
  • 39.25 કિમીના રૂટમાં 32 સ્ટેશન હશે. જેમાંથી પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં 17 સ્ટેશન અને ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં 15 સ્ટેશન હશે.
  • વસ્ત્રાલથી થલતેજ વચ્ચેનો પૂર્વ-પશ્ચિમ કોરિડોર બની રહ્યો છે અને APMCથી મોટેરા વચ્ચેનો ઉત્તર-દક્ષિણ કોરિડોર બની રહ્યો છે.
  • પૂર્વ-પશ્ચિમ કોરિડોરનું અંતર 20.73 કિલોમીટર છે. જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોરનું અંતર 18.25 કિલોમીટર છે.
  • 7 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ટનલમાં મેટ્રો દોડશે.
  • અંડરગ્રાઉન્ડ ટનલમાં 4 સ્ટેશન હશે.
  • 175 કરોડના ખર્ચે પ્લેટફોર્મ સ્ક્રીન ડોર સિસ્ટમ વિકસાવવામાં આવી છે. 
  • મેટ્રોનો દરવાજો સેન્સરથી ખુલશે.

     

શું હશે સુવિધા 

  • સ્માર્ટ કાર્ટની સુવિધા 
  • ઇ-પેમેન્ટની હશે સુવિધા 
  • જન-મિત્ર કાર્ડથી મુસાફરી કરી શકાશે 
  • દરેક સ્ટેશન પર 30 સેકન્ટનું સ્ટોપેજ રાખવામાં આવશે 
  • વિકલી અને મંથલી પાસની મળશે સુવિધા 

ઉલ્લેખનીય છે કે, સામાન્ય લોકો માટે 6 માર્ચથી મેટ્રો ટ્રેન શરૂ કરાશે. મેટ્રો રેલના એમડી આઈ.પી. ગૌતમે જણાવ્યું છે કે પ્રથમ 8થી 10 દિવસ સુધી લોકો માટે ફ્રી મુસાફરી રાખી છે. હાલ તેનાં ભાડાની કોઇ જાહેરાત કરવામાં નથી આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news