Shilpa Shetty 47 ની ઉંમરમાં પણ કઈ રીતે લાગે છે એકદમ Hot! કાતિલ ફિગર માટે આ રીતે કરે છે Workout
Trending Photos
મુંબઈઃ શિલ્પા પોતાને ફિટ રાખવા માટે ભારે પરસેવો પાડે છે. બસ એટલે જ 47 વર્ષની ઉંમરે પણ શિલ્પા શેટ્ટી ફિટનેસની વાતમાં બોલીવુડની બીજી હિરોઈનો કરતા આગળ નીકળી જાય છે. હાલમાં જ શિલ્પાએ કરેલી પોસ્ટમાં તેણે પોતાની હાલની એક્સરસાઈઝ રૂટિન વિશે જાણકારી આપી છે. શિલ્પા શેટ્ટી માત્ર પોતાની સુંદરતા જ નહીં પરંતુ પોતાના ટોંડ ફિગરથી પણ પોતાના ફેન્સના દિલ જીતી લે છે. પોતાના ડાયટથી લઈ એક્સરસાઈઝ અને યોગની મદદથી શિલ્પા શેટ્ટી પોતાને ફિટ રાખવા માટે તનતોડ મહેનત કરે છે. અને આ જ કારણે શિલ્પા શેટ્ટી 47 વર્ષની ઉંમરે પણ લોકોને કામણગારી લાગે છે.
શું છે શિલ્પાનું વર્કઆઉટ રૂટીન?
હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ફિટનેસ માટે શિલ્પા શેટ્ટીના પૈશનનો અંદાજો એ વાત કરતી લગાવી શકાય કે પગમાં ઈજા પહોંચી હોવા છતાં શિલ્પા જિમમાં ઈન્ટેન્સ વર્કઆઉટ કરી રહી છે. શિલ્પા શેટ્ટીએ હાલમાં જ પોતાનો વર્કઆઉટ કરતો વીડિયો શેયર કરીને એક લાંબી નોટ પણ લખી છે. જેમાં શિલ્પાએ લખ્યુ- આગળ વધતાં રહો, ભલે ગમે તે થાય. હું આજ પોલીસીને ફોલો કરૂ છું. ખાસ કરીને થોડા અઠવાડિયાથી પોતાના સમયને સારા કામમાં વાપરી રહી છું. મારા પગની ઈજાને સારી થતાં થોડા સમયની જરૂર પડશે. જેથી હું હાલ એવા રૂટિનને ફોલો કરવાનો પ્રયત્ન કરી રહી છું. જે અપર બોડીને સ્ટ્રેન્થનિંગ કરવામાં મદદ કરે.
શિલ્પાની ફેન્સને ખાસ સલાહ-
શિલ્પાએ હાલમાં જ કરેલી પોસ્ટમાં પોતાની કરંટ એક્સરસાઈઝ વિશે જાણકારી આપતા જણાવ્યુ કે તે આ બધુ એક્સપર્ટના સુપરવિઝનમાં કરી રહી છે. તેમણે ફેન્સને કહ્યુ કે જો તેઓ કોઈ ઈજામાંથી પસાર થઈ રહ્યા છે તો તેમણે પણ એક્સપર્ટની નિગરાની નીચે જ એક્સરસાઈઝ કરે. ત્યારે એ વાત તો ચોક્કસ છે કે શિલ્પા શેટ્ટી હાલ આરામ કરવાની જગ્યાએ ડમ્બલ ઉપાડીને જોરદાર એક્સરસાઈઝ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે